શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: રવિવાર, 14 મે 2023 (17:32 IST)

RCB vs RR -રાજસ્થાનને 172 રનનો લક્ષ્ય મળ્યો

IPL 2023 ના રોમાંચ મેચ ચરમ પર પહોંચી ગયો છે. કેટલીક ટીમ પ્લેઑફની રેસથી આશરે બહાર થઈ ગઈ છે તો કેટલીક હવે ઝઝૂમી રહી છે. આજના મેચમાં આરસીબી અને રાજસ્થાનની ટીમ પ્લેઓફની જંગ લડવા માટે સામસામે આવી ગઈ છે. બંને ટીમો માટે દરેક મેચ મહત્વની બની ગઈ છે.  RCB હજુ 3 મેચ રમવાની છે અને જો એક પણ મેચ હાથમાંથી નીકળી જશે તો પ્લેઓફના દરવાજા બંધ થઈ જશે. તેમજ રાજસ્થાનની 2 મેચ છે અને પ્લેઓફમાં પ્રવેશવા માટે ટીમે બંને મેચોની સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ઇનિંગ્સ દરમિયાન જે કમી હતી તે યુવા બેટ્સમેન અનુજ રાવતે છેલ્લી બે ઓવર દરમિયાન પૂરી કરી. રાવતે 11 બોલમાં 29 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે RCB 150 રનની નજીક પહોંચી જશે, પરંતુ અનુજ રાવતના શાનદાર પ્રદર્શનના આધારે ફાફ ડુ પ્લેસિસની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 44 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 55 રન બનાવ્યા હતા.