બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2023 (23:43 IST)

યશસ્વી જયસ્વાલે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, 13 બોલમાં ફિફ્ટી ફટકારીને બનાવ્યો ઈતિહાસ

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal
રાજસ્થાન રોયલ્સના ડાબા હાથના ઓપનર અને યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કેકેઆર સામે ઐતિહાસિક બેટિંગ કરી છે. તેમણે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારીને લીગના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ તોડ્યો છે. તેણે કેએલ રાહુલનો ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડીને તેને મોટી ઉપલબ્ધિ બનાવી છે. જયસ્વાલે ઈનિંગની પ્રથમ ઓવરમાં કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાને 26 રન ફટકાર્યા હતા.

 
150 રનના ટાર્ગેટનો પીછો કરતા યશસ્વી જયસ્વાલે રાજસ્થાન માટે પહેલા જ બોલથી ફટકાબાજી શરૂ કરી દીધી હતી.  તેમણે નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સહિત 26 રન બનાવ્યા હતા. આ પછી બીજી ઓવરમાં તેમણે હર્ષિત રાણા પર પણ શાનદાર સિક્સર અને ફોર ફટકારી હતી. ત્યારબાદ શાર્દુલ ઠાકુરની ત્રીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને તેમણે 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરા કરી અને ઈતિહાસ રચી દીધો.
 
યશસ્વી જયસ્વાલ - 13 બોલ vs KKR, 2023 (એ જ મેચમાં)
કેએલ રાહુલ - 14 બોલમાં વિ દિલ્હી કેપિટલ્સ, 2018
પેટ કમિન્સ - 14 બોલમાં વિ મુંબઈ ઈન્ડિયન્સ, 2022
યુસુફ પઠાણ - 15 બોલ વિ એસઆરએચ, 2014
સુનીલ નારાયણ - 15 બોલમાં વિ આરસીબી, 2017
 
આ સાથે યશસ્વી જયસ્વાલ IPLની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. નીતીશ રાણાની ઓવરમાં 26 રન ફટકારીને તેણે તેને IPL ઈતિહાસની બીજી સૌથી મોંઘી પ્રથમ ઓવર બનાવી. આ ઉપરાંત, તે IPLની આ સિઝનમાં 500 રનનો આંકડો પાર કરનાર ફાફ ડુ પ્લેસિસ પછીનો પ્રથમ ભારતીય અને બીજો ખેલાડી બન્યો.
 
આઈપીએલના ઈતિહાસની સૌથી મોંઘી પ્રથમ ઓવર
 
27/0 - RCB વિ મુંબઈ ઈન્ડિયન્સ, 2011 (એક્સ્ટ્રા: 7)
26/0 - રાજસ્થાન રોયલ્સ વિ કેકેઆર, 2023 (આ મેચમાં)
26/0 - KKR વિ મુંબઈ ઈન્ડિયન્સ, 2013 (એક્સ્ટ્રા: 1)
25/0 - દિલ્હી કેપિટલ્સ વિ KKR, 2021 (એક્સ્ટ્રા: 1)