બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2024 (01:04 IST)

CSK vs GT Live: ચેન્નઇ સુપર કિંગ્સની સતત બીજી જીત, ગુજરાત ટાઇટન્સને 63 રને હરાવ્યુ

chennai super kings
IPL 2024 CSK vs GT  : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 7મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને હતી. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતીને અહીં આવી છે. સીએસકેએ તેમની પ્રથમ મેચમાં RCBને હરાવ્યું હતું. આ સાથે જ ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી હતી. પરંતુ આ મેચમાં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો.
 
.ચેપોક સ્ટેડિયમ ખાતે 207 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું. આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. રચિન રવીન્દ્ર (20 બોલમાં 46 રન) અને શિવમ દુબે (23 બોલમાં 51 રન)એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન ઋતુરાજ ગવકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી.
 
 આ જીત સાથે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે.