1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : શુક્રવાર, 24 મે 2024 (17:00 IST)

IPL 2024 Qualifier 2 - ચેપૉક સ્ટેડિયમમાં કેવો છે SRH અને રાજસ્થાનનો રેકોર્ડ, ચોંકાવનારા છે બંને ટીમોના આંકડા

IPL qualifier
IPL qualifier
ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં 24 મે ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ ને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઈંડિયન પ્રીમિયર લીગની 17મી સીજનની બીજી ક્વાલીફાયર મેચ રમાશે. બંને ટીમોએ આ સીઝનનુ અત્યાર સુધીનુ ખૂબ શાનદાર પ્રદર્શન બતાવ્યુ છે.  જો કે સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા ક્વાલીફાયર મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સ  વિરુદ્ધ એકતરફા 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મુકાબલામા પોતાની સતત ચાલી રહેલી 4 હારની પ્રક્રિયા ખતમ કરીને આરસીબીના વિરુદ્ધ મેચમાં શાનદાર જીત મેળવી. જો કે બંને જ ટીમો ચેપૉક સ્ટેડિયમમાં અત્યાર સુધી રેકોર્ડ જોવામાં આવે તો તે આઈપીએલ ઈતિહાસમાં સારો જોવા મળ્યો નથી.  
 
સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર એક મેચ જીત્યું જ્યારે રાજસ્થાન 2 મેચ જીત્યું.
IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. જો આ સ્ટેડિયમમાં બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો, સનરાઈઝર્સ હૈદરાબાદ આ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર એક જ મેચ જીતી છે જ્યારે 9 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ નો રેકોર્ડ પણ ચેપોક સ્ટેડિયમમાં સારો જોવા મળ્યો નથી.  રાજસ્થાને 9 મેચોમાંથી ફક્ત 2 મા જીત મેળવ્વી છે અને 7મા તેણે હાર મળી છે.  આઈપીએલની 17મી સીજનમાં પણ બંને ટીમોએ એક એક મુકાબલો ચેપોક સ્ટેડિયમમાં રમ્યો છે.  જે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હતો અને હૈદરાબાદની સાથે રાજસ્થાનની ટીમ પણ 150 નો સ્કોર પણ પાર કરી શકી નહોતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ સિઝનમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમે વધુ મેચ જીતી છે
ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલની 17મી સીઝનના રેકોર્ડ પર નજર કરીએ તો અહીં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી 5માં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમે જીત મેળવી છે, જ્યારે પહેલા રમનારી ટીમ માત્ર 2 મેચમાં જ જીતી શકી છે . આઈપીએલની છેલ્લી સિઝનમાં આ મેદાન પર ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ રમાઈ હતી અને પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો હતો.