ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2024 (11:30 IST)

IPL 2024, Mayank Yadav Record: મયંક યાદવે રોયલ ચેલેંજર્સ બેંગલુરુ વિરુદ્ધ કરી ઘાતક બોલિંગ, તોડ્યો પોતાની જ સ્પીડનો રેકોર્ડ

Mayank Yadav Lucknow Super Giants: મયંક યાદવે રોયલ ચેલેંજર્સ બેંગલોર વિરુદ્ધ ઘાતક બોલિંગ કરતા પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. મયંકે આ સીજનની સૌથી ફાસ્ટ બોલિંગ કરી. તેમણે લખનૌ સુપર જાયંટસની તરફથી બોલિંગ કરતા લગભગ 157 કિલોમીટર પ્રતિ કલાકની બોલિંગ કરી. મયંકની ઘાતક બોલિંગના દમ પર લખનૌએ 28 રનથી જીત નોંધાવી. આરસીબીને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 

 
લખનૌના બોલર મયંક આઈપીએલ ઈતિહાસના સૌથી ઝડપી બોલરોના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. તેમણે આઈપીએલની ચોથી સૌથી ઝડપી બોલ ફેંકી. આઈપીએલમાં સૌથી ઝડપી બોલ ફેકવાનો રેકોર્ડ શૉન ટેટના નામે નોંધાયો છે.  ટેટ એ 2011માં 157.7કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક બોલ ફેંકી હતી. બીજુઈ બાજુ બીજા નંબર પર લૉકી ફર્ગ્યુસન છે. તેમણે 157.3 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બોલ ફેંકી હતી.  ઉમરાન મલિક ત્રીજા નંબર પર છે.  તેમણે 2022માં 157  કિમી પ્રતિ કલાકની ગતિથી બોલ ફેંકી હતી. 
 
 મયંક યાદવે આરસીબી વિરુદ્ધ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. મયંકે આ મુકાબલામાં 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક બોલ ફેંકી. તેમણે આ મેચમાં 4 ઓવર ફેંકી. આ દરમિયાન માત્ર 14 રન આપીને 3 વિકેટ લીધી. મયંક પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા. 
 
મયંક લખનૌ સાથે 2022માં જોડાયા હતા. તેમનુ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. લખનૌના આસિસ્ટેટ કોચ વિજય દહિયાએ મયંકને એક ઘરેલુ મેચમાં રમતા જોયા હતા. ત્યારબાદ તેમણે ઓક્શન દરમિયાન મયંકને ખરીદવાની સલાહ આપી. મયંકને લખનૌએ ખરીદી પણ લીધો. પણ તે ઘાયલ થવાને કારણે રમી શક્યા નથી. હવે તેમણે આઈપીએલ 2024 દ્વારા ડેબ્યુ કર્યુ. મયંકની બોલિંગ ખૂબ ચર્ચામાં છે. બ્રેટ લી અને સ્ટુઅર્ટ બ્રોસ સહિત અનેક દિગ્ગજ તેમના વખાણ કરી ચુક્યુ છે.