બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : સોમવાર, 22 એપ્રિલ 2024 (07:19 IST)

PBKS vs GT: ગુજરાત ટાઈટન્સની જીતે પોઈન્ટ ટેબલ બદલી નાખ્યું, ટીમેં આ સ્થાને પહોચી

Shubhman Gill
IPL 2024 PBKS vs GT: IPL 2024 ની 37મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે રમાઈ. મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે બાજી મારી લીધી. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ચોથી જીત છે. આ સાથે જ પંજાબ કિંગ્સને આ સિઝનમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યુ. 
 
સાંઈ કિશોરની જાદુઈ બોલિંગ 
પંજાબ કિંગ્સની ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સાઈ કિશોરની આગેવાની હેઠળના ગુજરાત ટાઈટન્સના સ્પિનરોએ પંજાબના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું  અને 142 રનમાં આઉટ કરી દીધુ. આ મેચમાં સાઈ કિશોર, રાશિદ ખાન અને નૂર અહેમદે પંજાબના બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા. સાઈ કિશોરે 33 રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે રાશિદે 15 રનમાં એક વિકેટ અને અહેમદે 20 રનમાં બે વિકેટ લીધી હતી.
 
પંજાબ કિંગ્સની બેટિંગ ફ્લોપ રહી હતી
પંજાબ માટે આ મેચમાં પ્રભસિમરન સિંહે 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. તે છઠ્ઠી ઓવરમાં આઉટ થયો અને ત્યાર બાદ સતત વિકેટો પડતી રહી. જ્યારે કેપ્ટન સેમ કુરન 19 બોલમાં 20 રન બનાવીને રાશિદનો શિકાર બન્યો હતો. લિયામ લિવિંગસ્ટોન નવ બોલમાં છ રન બનાવ્યા બાદ રાહુલ પ્રથમ સ્લિપમાં અહેમદના બોલ પર તેવટિયાના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ પંજાબ માટે સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શશાંક સિંહ અને આશુતોષ શર્મા પણ સસ્તામાં આઉટ થઈ ગયા. જોકે, હરપ્રીત બ્રારે 12 બોલમાં 29 રન બનાવ્યા અને ટીમને 140થી આગળ લઈ ગઈ.

પોઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સનો ફાયદો  
ગુજરાત ટાઇટન્સે 143 રનનો ટાર્ગેટ 7 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સ તરફથી રાહુલ તેવટિયાએ અણનમ 36 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. જ્યારે કેપ્ટન શુભમન ગીલે 35 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં 8માથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ પંજાબની ટીમ 6 હાર સાથે 9મા સ્થાને યથાવત છે.