મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2024 (23:43 IST)

RCB vs SRH: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ હૈદરાબાદને 35 રને હરાવી સિઝનની બીજી જીત નોંધાવી

RCB vs SRH: IPL 2024ની 41મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પહેલા રમાયેલી મેચમાં RCB ટીમને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ માટે વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 35 રને જીતી લીધી હતી.
 
- આરસીબીની બેસ્ટ બોલિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના બોલરોએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને સનરાઈઝર્સ હૈદરાબાદને માત્ર 171 રન જ બનાવી શક્યા. ટીમ તરફથી સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા અને કેમરન ગ્રીને 2-2 વિકેટ ઝડપી હતી. વિલ જેક્સ અને યશ દયાલે પણ 1-1 વિકેટ લઈને પોતાની ટીમને જીત તરફ દોરી હતી.
 
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ  આ મેચ 35 રને જીતી લીધી હતી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 35 રને જીતી લીધી હતી.