સંબંધિત સમાચાર
- PBKS vs RCB IPL Final: ફાઇનલ મેચમાં વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન ?
- IPL માં પ્રીતિ ઝીંટાની બલ્લે-બલ્લે, પંજાબ કિંગ્સની જીત પછી અભિનેત્રીની સ્પેશ્યલ પોસ્ટ કેમ થઈ રહી છે વાયરલ ?
- IPL 2025 Final: કોણ બનશે આઈપીએલનો નવો બાદશાહ, જાણો '11 વાળો' આ ગઝબનો સંયોગ શુ છે ?
- PBKS સામે હાર્યા પછી ગુસ્સે થયા હાર્દિક પ્ંડ્યા, આ લોકોને ઠેરવ્યા કસુરવાર, બુમરાહને લઈને કહી આ વાત
- ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા આ તારીખે લગ્ન કરશે, સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ છે
RCB vs PBKS: ફાઈનલમાંથી યુઝવેન્દ્ર ચહલનુ કપાશે નામ ? સામે આવ્યુ મોટુ કારણ
IPL 2025 RCB vs PBKS: આઈપીએલ 2025 ની ફાઈનલ મેચ આજે રોયલ ચેલેજર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમશે. આ મુકાબલો સાંજે 7.30 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે કોઈપણ ટીમ પહેલી વાર આઈપીએલનો ખિતાબ જીતવાની છે. આવામાં અજે બંને ટીમ પોતાનો ઘાંસૂ પ્લેઈંગ સાથે મેદાન પર ઉતરશે. બીજી બાજુ હવે ચહલ ના રમવા પર સસ્પેંસ બનેલો છે. આ સીજન ચહલ માટે મિશ્રિત રહી છે. જો કે આ સીજનમાં તેણે હેટ્રિક પણ લીધી છે.
One last dance . . . pic.twitter.com/JsmUDYJMP3
— Yuzvendra Chahal (@yuzi_chahal) June 2, 2025
ઘાયલ થવાને કારણે 2 મેચોમાંથી બહાર પણ રહી ચુક્યા હતા જ્યારબાદ ક્વાલીફાયર 2 મા તેનુ કમબેક થયુ હતુ. પણ ચહલનુ પ્રદર્શન એટલુ ખાસ નહોતુ રહ્યુ. મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ બોલિંગ કરતા ચહલે 4 ઓવરમા& 39 રન આપીને 1 વિકેટ લીધી હતી. આવામાં ચહલનુ પ્લેઈંગ ઈલેવનમાંથી પત્તુ કપાય શકે છે.
2 વાર ફાઈનલ રમી ચુક્યા છે ચહલ
આઈપીએલ ઈતિહાસમાં યુઝવેન્દ્ર ચહલ 2 વાર જુદી જુદી ટીમો માટે ફાઈનલ મેચ રમી ચુક્યા છે. બંને જ વાર ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી પહેલા યુઝવેન્દ્ર ચહલે આઈપીએલ 2016મા રોયલ ચેલેંજર્સ બેંગલુરુ માટે ફાઈનલ રમી હતી અને આરસીબીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો . આ મેચમાં બોલિંગ કરતા ચહલે 39 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ત્યારબાદ ચહલે આઈપીએલ 2022 માં રાજસ્થાન રોયલ્સ માટે ફાઈનલ રમી હતી અને રાજસ્થાનને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ચહલે 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી અને હવે ત્રીજીવાર ચહલ પંજાબ કિગ્સ માટે ફાઈનલ રમી શકે છે.
ચહલ ના સ્થાન પર આ ખેલાડીને મળશે તક
ચહરના સ્થાન પર પ્લેઈંગ ઈલેવનમાં હરપ્રીત બરારને તક મળી શકે છે. હરપ્રીત છેલ્લી અનેક મેચોથી સતત પંજાબ કિંગ્સ માટે રમી રહ્યા છે અને પોતાની બોલિંગથી તે વિરાટ કોહલી અને રજત પાટીદાર જેવા ખેલાડીઓને પરેશાનીમાં નાખી શકે છે. આ ઉપરાંત સમય આવતા હરપ્રીત થોડી ઘણી બેટિંગ પર કરી શકે છે.
