1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. આઈપીએલ 2026
  4. Indian Premier League

ચેન્નઈ સુપર કિંગ્સની હારથી SRH અને GT ને થયો હાશકારો, પ્લેઓફમાં 3 ટીમોનુ સ્થાન પાક્કુ

IPL 2026
IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 63મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. અંતે, સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું. વધુમાં, હૈદરાબાદની જીતથી ગુજરાત ટાઇટન્સને પણ ફાયદો થયો. SRH ની જીતથી તેમને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન પણ મળી ગયું. આમ, IPL 2026 ના પ્લેઓફ માટે ત્રણ ટીમો ફાઈનલ થઈ ગઈ છે. અગાઉ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની હતી. હવે, ચોથા પ્લેઓફ સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે સ્પર્ધા કરી રહી છે. આમાં પંજાબ કિંગ્સ, RR, CSK, DC અને KKRનો સમાવેશ થાય છે. મુંબઈ ઇન્ડિયન્સ અને LSG પહેલાથી જ બહાર થઈ ગયા છે.

SRH ને જીત માટે મળ્યુ 181 રનનુ લક્ષ્ય 

 ચેપોક ખાતે રમાયેલી આ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. ચેન્નાઈ તરફથી ડેવોલ્ડ બ્રેવિસે સૌથી વધુ 44 રન બનાવ્યા, જ્યારે કાર્તિક શર્માએ 32 રનનું યોગદાન આપ્યું. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી, કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ લીધી. શાકિબ હુસૈને 2 વિકેટ લીધી. પ્રફુલ હિંજ અને ઈશાન મલિંગાએ 1-1 વિકેટ લીધી.

કિશન મેચ જીતનારી ઇનિંગ્સ રમ્યો 

181 રનના લક્ષ્યનો પીછો કરતા, સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. ઓપનર ટ્રેવિસ હેડ ત્રીજી ઓવરમાં આઉટ થયો. અભિષેક શર્મા પણ 8મી ઓવરમાં આઉટ થયો. આ પછી હેનરિક ક્લાસેન અને ઈશાન કિશન વચ્ચે 75 રનની ભાગીદારી થઈ. ક્લાસેન 47 રન બનાવીને આઉટ થયો, પરંતુ ઈશાન કિશન બીજા છેડેથી રન રેટ જાળવી રાખવામાં સફળ રહ્યો. 19 મી ઓવરમાં ઈશાન કિશન 70  રન બનાવીને આઉટ થયો ત્યાં સુધીમાં હૈદરાબાદ જીતની નજીક હતું. અંતે, સ્મૃતિ રવિચંદ્રને 19 મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને શાનદાર વિજય અપાવ્યો.