સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (21:14 IST)

Chinese App Ban: તમારા ફોનમાં છે પબજી સહિત બૈન એપ તો તરત કરો ડિલીટ, નહી તો થશે મોટુ નુકશાન

કેંદ્ર સરકારે પબજી સહિત 118 ચીની મોબાઈલ એપ્લીકેશન પર પ્રતિબંધ (Chinese Apps Banned) લગવ્યો છે. આ પહેલા પણ સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના ટિકટોક (TikTok), હેલો. વીચેટ, યુસી ન્યૂઝ સહિત ચીનના 59 એપ પર રોક લગાવી દીધી હતી. મંત્રાલયે બુધવારે પબજી (PubG) સહિત 118 ચીની એપ્સ પર બેન લગાવતઆ કહ્યુ કે સંપ્રભુ શક્તિઓનો ઉપયોગ કરતા અને સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમની ધારા-69A ના હેઠળ પર પ્રતિબંધ લગાવ્યો છે, હવએ આ એપ્સનો ઉપયોગ ગેરકાયદેસર થઈ ગયો છે. આવામાં જો તમારા મોબાઈલ ફોનમાં પ્રતિબંધિત એપ્સ છે તો તરત ડિલીટ કરી દો. નહી તો તમને મોટુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે. 
 
ફોનમાં રહેલ પ્રતિબિંધિત પેસ જાતે જ ડિલીટ કરવા પડશે 
 
તકનીકી નિષ્ણાતો કહે છે કે પ્રતિબંધ મૂક્યા પછી પણ આ એપ્સ તમારા ફોનમાં હાજર રહેશે. તેથી તમારે તેને  જાતે જ  ડિલીટ કરવો પડશે. અગાઉ એવું પણ જોવા મળ્યું હતું કે જ્યારે ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ તેનો ઉપયોગ કરવા માટે જુદા જુદી તિકડમ કરી હતી. કોઈએ તેની APK ફાઇલ દ્વારા ડાઉનલોડ કરી રહ્યું હતું, તો કોઈએ VPN દ્વારા એપ એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે, મોટાભાગની પદ્ધતિઓ કામ કરતી નહોતી.  આ દરમિયાન, વોટ્સએપ પર એક લિંક વાયરલ થઈ, જેના દ્વારા ટિકટોક ડાઉનલોડ કરવામાં આવી રહ્યુ હતુ.
 
આ રીતે સહેલાઈથી ફોનમાં વાયરસ નાખે શકાય છે 
 
વોટ્સએપ પર વાયરલ થયેલ ફાઈલ પર ક્લિક કરતા જ  unknown એપને ઈંસ્ટોલ કરવાની પરમિશન માંગવામાં આવતી હતી. ત્યારબાદ પરમિશન મળતા ટિકટોકને ઈંસ્ટોલ કરવાનુ ઓપ્શન મળી જતુ હતુ અને એપ સહેલાઈથી ફોનમાં કામ કરવા લાગતુ હતઉ. આ રીતે પ્રતિબંધિત એપ્સનો ઉપયોગ કરવો મોટા સંકટને આમંત્રણ આપવાનુ છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈ ફાઈલ ઓફિશિયલી અસ્તિત્વમાં નથી હોતી અને તેની apk ફાઈલનો ઉપયોગ કરવામાં આવે છે તો એ જાણ નથી થતઈ કે તેમા શુ મોડિફિકેશંસ કરવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે તેનાથી ફોનમાં સહેલાઈથી વાયરસ ઘુસી શકે છે. જેનાથી યુઝરનો પ્રાઈવેટ ડેટા ચોરી કરી શકાય છે. 
 
ISPને બાયપાસ કરી એક્સેસ ઉપલબ્ધ કરાવે છે apk ફાઈલ 
 
ઉલ્લેખનીય છે કે બૈન એપ્સની apk ફાઈલ ઓફિશિયલ એપનુ અનઓફિશિયલ વર્ઝન હોય છે. આ ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડરને બાયપાસ કરી બૈન એપ્સની એક્સેસ યુઝરને ઉપલબ્ધ કરાવે છે. જેનાથી યુઝરની પર્સનલ માહિતી ચોરી થવાનો સો ટકા ખતરો બન્યો રહે છે. સહેલા શબ્દોમાં સમજો તો પ્રતિબંધિત એપ્સને બીજા માધ્યમોથી ઉપ્યોગ કરવો તમારા ફોનમાં રહેલા દરેક પ્રકારની માહિતી ચોરી થવાનો ખતરો ખૂબ વધી જાય છે. અનઓફિશિયલ વર્ઝન દ્વારા તમારી લોકેશન, કૉન્ટૈક્ટ લિસ્ટ, ફોટો ગેલેરી, હૈડસેટમાં રહેલા જરૂરી દસ્તાવેજ સુધી apk ફાઈલના ડેવલોપરની પહોંચમાં આવી જાય છે. 
 
તમારા સ્માર્ટફોનમાંથી હટાવવા માટે કરવુ પડશે બસ આટલુ કામ કરો 
 
જો તમારા સ્માર્ટફોનમાં ચાઇનીઝ એપ્લિકેશન છે અને તમે તેને દૂર કરવા માંગો છો, તો પછી થોડી સેકંડ માટે એપ્લિકેશનને દબાવો તમને અનઇન્સ્ટોલનો 
વિકલ્પ દેખાશે. .એપને ડ્રૈગ કરી ઓપ્શન સુધી લઈ જઈને છોડી દો. એપ તમારા સ્માર્ટફોન એપને ડ્રૈગ કરી ઑપ્શન સુધી લઈ જઈને છોડી દો. એપ તમારા સ્માર્ટ ફોનમાંથી હટી જશે.  જો કે કેટલાક એપ્સ સિસ્ટમમાં ઈન્ટિગ્રેટેડ હોય છે. જેનાથી તેને ડિલીટ નથી કરી શકાતી. આવામાં તમે તેને ડિસેબલ કરી શકો છો. 
ડિસેબલ કરવા માટે ફોનના સેટિંગ ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ એપ્સ  ઑપ્શન પર ક્લિક કરો. અહી તમારા પોતાના મોબાઈલ ફોનમાં રહેલા બધા એપ્સ દેખાશે. તેમાથી પ્રતિબંધિત એપ્સને સિલેક્ટ કરી તેને ડિસેબલ કે ડિલીટ કરી શકો છો.