1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified ગુરુવાર, 2 માર્ચ 2023 (13:03 IST)

How To Deactivate UPI: આ રીતે બંધ કરો UPI પેમેંટ

આજકાલના સમયમાં મોબાઈલ ફોન  (Mobile Phone) ખૂબ જરૂરી થઈ ગયો છે. તેના વગર રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payment Interface) અમે બધાના જીવનના એક અભિન્ન અંગ બની ગયું છે. UPI
 
આના દ્વારા, લોકો ઘરે બેસીને માત્ર મોબાઈલ નંબર દ્વારા જ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. તાજેતરમાં UPI ઇન્ટરનેશનલ (UPI International) થઈ ગયો છે. ભારતના યુપીઆઈ અને સિંગાપુરના પેનાઉના લિંક પછી હવે લોકો માત્ર મોબાઈલ નંબરથી ભારતથી સિંગાપુર પૈસાનુ લેવડદેવડ કરી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિનુ મોબાઈલ ફોન જો ફોન ખોવાઈ જાય તો તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 
 
મોબાઈલ ચોરી થતા પર બેંક ખાતાથી યુપીઆઈને કરવું બંધ 
ડિજીટલ પેમેંટ (Digital Payment) ના લાભ ઉઠાવવાની સાથે જ તેનાથી સંકળાયેલી સાવચેતીઓનુ પણ ધ્યાન રાખવુ પણ યુઝર્સની જવાબદારી છે. તેથી જો તમારુ મોબાઈલ ફોન ખોવાઈ જાય તો બેંક ખાતાથી યુપીઆઈ પેમેંટ  (UPI Payment) ને બંધ કરવા જરૂરી છે. જો તમે આવુ નથી કરો છો તો એક ઝટકામાં તમારુ ખાતુ ખાલી થઈ શકે ચે. આવો જાણીએ કે કેવી રીતે બેંક ખાતાથી યુપીઆઈને નિષ્ક્રિય કરવાના શુ પ્રોસેસ છે. 
 
કઈ રીતે બેંક ખાતાથી યુપીઆઈને કરવુ ડીએકટિવ 
 
1. જો તમે તમારા બેંક ખાતા પર યુપીઆઈને બંધ  (UPI Deactivate) કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા આ વાતની કાળજી રાખવી જરૂરી છે કે તમે તમારુ યુપીઆઈ પિન કોઈની સાથે પણ શેયર ન કરવું. 
2. યુપીઆઈ પેમેંટને ડિએક્ટિવ કરવા માટે સૌથી પહેલા તમે તમારા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડને કૉલ કરીને તમારા સિમને બ્લૉક (SIM Block) કરાવી નાખો. તેથી મોબાઈલ બેંકિંગ  (Mobile Banking)થી સંકળાયેલા કોઈ પણ મેસેજ કે ઓટીપી ખોટા હાથમાં નથી લાગશે. 
3. તે પછી તમારા બેંક ખાતાથી યુપીઆઈને બ્લૉક કરવા માટે તમે તમારા યુપીઆઈ એપ જેમ કે Paytm, Google Pay, Phone Pay, PhonePe, Amazon Pay વગેરે UPI સેવાને તાત્કાલિક બંધ કરવા વિનંતી કરવી.
4. તે પછી તરત તમારા મોબાઈલ ચોરી થવાની એફઆઈઆર નોંધાવવી. તેનાથી તમે તમારા મોબાઈલના ખોટા ઉપયોગને રોકી શકશો. 
5. તેની સાથે જ બેંકના કસ્ટમર કેયર પર કૉલ કરીને નેટબેંકિંગ  (Net Banking) અને મોબાઈલ બેંકિંગ (Mobile Banking) તે પણ તાત્કાલિક બંધ કરાવો.