Infinix એ રજુ કર્યો ત્રણ ફોલ્ડવાળો Mini Tri-Fold સ્માર્ટફોન, Samsung ની વધી હલચલ
2025 નુ વર્ષ રેગુલર સ્માર્ટફોન્સની સાથે સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પણ ધમાકેદાર રહેવાનુ છે. તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે સેમસંગ હાલના દિવસોમાં ત્રણ વાર ફોલ્ડ થનારા ફોન પર કામ કરી રહ્યુ છે. પણ હવે ઈનફિનિક્સે એવા સમાચાર આપ્યા જેને સેમસંગનુ ટેંશન વધારી દીધુ છે. Infinix વર્તમાન સમયમાં એક ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન (Infinix Mini Tri-Fold) પર કામ કરી રહ્યુ છે અને તેને જલ્દી જ લોંચ કરી શકે છે.
ઈનફિનિક્સે પોતાની Infinix ZERO Series Mini Tri-Fold પરથી પડદો ઉઠાવી લીધો છે. ઈનફિનિક્સના Mini Tri-Fold ફોનને લઈને પહેલા પણ લીક્સ સામે આવી હતી પણ હવે કંપનીએ MWC 2025 ના શરૂ થતા પહેલા જ તેના પરથી પડદો ઉઠીવી દીધો છે. આ કંપનીનો ત્રવાર ફોલ્ડ થનારો પહેલો કૉન્સેપ્ટ સ્માર્ટફોન છે જેને ખૂબ જ યૂનિક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
તમારી માહિતી માટે બતાવી દઈએ કે વર્તમાન સમય માર્કેટમાં ફક્ત Huawei નો Mate XT અલ્ટીમેટ ડિઝાઈન ટ્રાઈ-ફોલ્ડ સ્માર્ટફોન જ મળે છે. હવે સૈમસંગની સાથે સાથે ઈનફિનિક્સે પણ ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન પર કામ શરૂ કરી દીધુ છે.
વર્ટિકલ શેપમાં રહેશે ફોલ્ડ-અનફોલ્ડ
ઈનફિનિક્સે ત્રણવાર ફોલ્ડ થનારા ટ્રિપલ ફોલ્ડિંગ મૈકેનિજ્મ ની સાથે ડિઝાઈન કર્યો છે. અપકમિંગ ફોનમાં બે હિંજ જોવા મળશે. ઈનફિનિક્સનો આ ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન વર્ટિકલ રીતે ફોલ્ડ અને અનફોલ્ડ થાય છે. મતલબ આ ક્લિપ સ્ટાઈલનો ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન રહેશે.
ઉલ્લેખનીય છે કે સૈમસંગ અને બીજા ટ્રાઈ ફોલ્ડેબલ સ્માર્ટફોનની તુલનામાં Infinix ZERO Series Mini Tri-Fold ખૂબ અલગ અને યૂનિક છે. તેની ડિઝાઈન તેને મલ્ટીપર્પઝ ડિવાઈસ બનાવે છે. ઈનફિનિક્સે આ ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન, ફિટનેસ ડિવાઈસ અને સાથે જ કૉન્પૈક્ટ કૈમરા ડિવાઈસના રૂપમાં કરી શકે છે.
કૉમ્પૈક્ટ કૈમરામાં થશે કનવર્ટ
Infinix ની તરફથી આ ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોનની માહિતી એક પ્રેસ રીલિઝ દ્વારા શેર કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યુ કે આ ટ્રિપલ સ્ક્રીન ફોલ્ડેબલ ફોન ખૂબ જ સહેલાઈથી ડિવાઈસ હૈંડ્સ ફ્રી ડિસ્પ્લે અને કૉમ્પૈક્ટ કૈમરામાં બદલાય શકે છે. કંપની તરફથી Series Mini Tri-Fold ની અનેક ફોટો શેર કરવામાં આવી છે. આ ટ્રિપલ ફોલ્ડ કૉન્સેપ્ટ ફોન ત્રણ જુદા જુદા સાઈઝમાં જોવા મળશે. કંપનીએ હાલ તેની લૉન્ચ ડેટ કે પછી સ્પેસિફિકેશન્સ વિશે કોઈ માહિતી આપી નથી.