જિયો ફેસ્ટિવલ ઓફર - Jiofi ડોંગલ માત્ર 999 રૂપિયામાં

Last Modified ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (06:47 IST)

જિયો પોતાની શાનદાર ઓફર માટે જાણીતું બન્યું છે. પછી જિયોની ટેલિકોમ ઓફર હોય કે જીયો ફોનની વાત હોય. કંપની ઓફર આપતી રહે છે. નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વધુ એક વખત જિયોએ ફેસ્ટિવલ ઓફરનો પ્રારંભ કર્યો છે.
જિયોએ ની કિંમત 50 ટકા સુધી ઘટાડી દીધી છે.
ગ્રાહકો હવે તેને માત્ર 999 રૂપિયામાં ખરીદી શકશે રિલાયન્સ જીયોએ પોતાના 4જી હોટસ્પોટ ડોંગલ જીયોફાઈની કિંમત પર ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે. તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી રિલાયન્સ જીયો દ્વારા આ ઓફર મુકવામાં આવી છે, જે ટુંક સમય માટે જ છે. ગ્રાહકોને આ ઓફર ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને સ્થળો પર મળશે. આ ઓફરને જિયોની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર જોઇ શકાય છે. આ ઓફરનો લાભ 20 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી જ લઈ શકશો.
jioFi
જીયોએ 4જી હોટસ્પોટ ડોંગલની કિંમત 999 રૂપિયા કરી દીધી છે, જેની કિંમત અત્યાર સુધી રૂ. 1999 હતી. આ ઓફર તે ગ્રાહકો માટે હશે જે, 20 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2017 વચ્ચે Jiofi ડોંગલ ખરીદશે. 999 રૂપિયાના ઓફરમાં જીયોફાઈ ખરીદી પર દુકાનદારને 4 રિચાર્જની સાઈકલ સુધી 28 દિવસ માટે અનલિમિટેડ કોલ્સ, 2જીબી 4જી ડેટા પ્રતિ દિવસ, 100 એસએમએસ પ્રતિ દિવસ અથવા 6 રિચાર્જ સાઈકલ સુધી 28 દિવસ માટે અનલિમિટેડ કોલ્સ, 1જીબી 4જી ડેટા પ્રતિ દિવસ, 100 એસએમએસ પ્રતિદિવસ મળશે.

જીયો ફેસ્ટિવલ ઓફર ફક્ત JioFi M2S મોડલ પર જ ઉપલબ્ધ છે, જે 2300mAh બેટરી સાથે આવે છે. આ જીયોફાઈ સાથે જીયો સિમ મળશે, જેને આધારકાર્ડ સાથે તમારે એક્ટિવ કરવું પડશે. ગ્રાહકો માટે આ ડીલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે ગ્રાહક આ ખરીદી કરશે તેને 1000 રૂપિયા એટલે કે 50 ટકાની છૂટ મળશે. આ પોર્ટેબલ વાઈ-ફાઈ રાઉટરની મદદથી તમે કોઈ પણ જગ્યાએ ઈન્ટરનેટ કનેક્ટ કરી શકો છો.
જીયોફાઈ ડિવાઈસ તમામ રિલાયન્સ સ્ટોર, જીયો આઉટલેટ્સ, જીયો પાર્ટનર રિટેલર્સ અને www.jio.com પર ઓનલાઈન મળી રહેશે. આ ડિવાઇસનો ઉપયોગ કરવા માટે એક સિમ કાર્ડ અને જીયોના ટૈરિફ પ્લાનની જરૂર પડશે. ટેકસ્ટ મેસેજ ઉપરાંત યૂઝર્સ Jio4GVoice એપ થકી કૉલ કરીને અને રિસીવ કરવામાં પણ સક્ષમ હશે.


આ પણ વાંચો :