શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (13:19 IST)

SIM Card Rule: આજથી કામ નહી કરે આ સિમ કાર્ડ, બંધ થશે ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલ

SIM Card Rule Change: ટેલીકોમ વિભાગ (DoT) ના તરફથી ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ 9થી વધુ સિમ કાર્ડ રાખવાની છૂટને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ યુઝરને 9થી વધુ સિમના વેરિફિકેશન કરાવવા માટે 45 દિવસનો સમય આપ્યો હતો. જેની સમયસીમા આજે એટલે કે 20 જાન્યુઆરી 2022 થી ખતમ થઈ રહી છે. આવામાં વેરિફિકેશન 9થી વધુ સિમ રાખનારા યુઝરન સિમ કાર્ડને બંધ કરવામાં આવશે. આ સિમ કાર્ડથી ન તો આઉટગોઈંગ કોલ થઈ શકશે કે ન તો આ સિમ પર ઈનકમિંગ કોલ આવશે. મતલબ આ સિમ એકદમ ભંગાર થઈ જશે.  DoT ના નવા સિમ કાર્ડ નિયમ 7 ડિસેમ્બર 2021થી દેશભરમાં લાગૂ થઈ ગયો હતો. 

 
આ SIM બંધ થઈ જશે
 
DoT એ ટેલિકોમ ઓપરેટર્સને 30 દિવસ માટે આઉટગોઇંગ કોલ અને 45 દિવસ માટે ઇનકમિંગ કોલ્સને વેરિફિકેશન વગર 9 થી વધુ સિમ ઓપરેટ કરતા યુઝર્સના સિમ કાર્ડ રોકવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ સિમને 60 દિવસમાં સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ  આંતરરાષ્ટ્રીય રોમિંગ, બીમાર અને અપંગ વ્યક્તિઓ માટે 30 દિવસનો વધારાનો સમય જાહેર કરવામાં આવ્યો હતો. DoT મુજબ, જો કાયદા અમલીકરણ એજન્સી વતી અથવા બેંક અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થા તરફથી મોબાઇલ નંબર વિરુદ્ધ ફરિયાદ મળે છે, તો આવા સિમના આઉટગોઇંગ કૉલ્સને 5 દિવસની અંદર અને ઇનકમિંગ કૉલ્સ 10 દિવસમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. . જ્યારે સિમ 15 દિવસમાં સંપૂર્ણ રીતે લોક થઈ જશે.