શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 14 નવેમ્બર 2018 (15:35 IST)

WhatsApp લાવ્યુ છે નવુ ફિચર, હવે તમારે મિત્રોના સ્ટેટસમાં કરશે ફેરફાર

. વ્હાટ્સએપ હંમેશાથી પોતાના યૂઝર્સને નવુ ફીચર આપતુ આવ્યુ છે. જેવુ કે ચેટમાં ફેરફાર, નવા સ્ટીકર્સ, સ્ટેટસ અને બીજા મુખ્ય અપડેટ્સ પણ આ વખતે આ મેસેજિંગ પ્લેટફોર્મ કંઈક નવુ લઈને આવ્યુ છે. જ્યા હવે તમારા મિત્રોના સ્ટેટસને આ રૈંક કરશે.  મતલબ કે તમે તમારા કયા મિત્ર સાથે સૌથી વધુ વાત કરો છો એ હિસાબથી તમારા સ્ટેટસમાં એ મિત્રોનુ સ્ટેટસ ટૉપમાં બતાવશે. 
 
આ ફિચર એ લોકો માટે ખૂબ કારગર છેજે બીજાના સ્ટેટસને ઈગ્નોર કરવા માંગે છે કે પછી જોવા નથી માંગતા. એપ તમરા ચૈટના ઈફોર્મેશનને એકત્ર કરી તમારા સ્ટેટસમાં એ લોકોના સ્ટેટસને સૌથી ઉપર બતાવશે. જેમા તમે સૌથી વધુ વાત કરો છો બીજી બ આજુ જો તમારો કોઈ સારો મિત્ર છે પણ તમે તેની સાથે ઓછી વાત કરો છો તો એ મિત્રનુ સ્ટેટસ તમને અંતમાં જ દેખાશે. 
 
WABetaInfo ની રિપોર્ટ મુજબ જો ચેટ દરમિયાન અનેક મીડિયા અને ફોટોને પણ મોકલવામાં આવે છે  જેનાથી સ્ટેટસ રૈકિંગ પર અસર પડશે. બીજી બાજુ કૉલથી પણ ફરક પાશે. કારણ કે અનેક લોકો એવા પણ હોય છે જે ચૈટ ઉપરાંત વ્હોટ્સએપ કૉલ દ્વારા વાત કરવુ પણ વધુ પસંદ કરે છે. રિપોર્ટમાં આ વાતનો પણ ખુલાસો કર્યો છે કે હાલ આ ફિચરને આઈફોનના વર્ઝન એપ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ ટેસ્ટ પછી બધા યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે.