સોમવાર, 25 સપ્ટેમ્બર 2023
  1. ધર્મ
  2. જૈન
  3. જૈન ધર્મ વિશે
Written By

ક્ષમાવાણી પર્વ વિશેષ

જૈન ધર્મના લોકો ભાદરવા માસમાં પર્યુષણનું પર્વ ઉજવે છે. શ્વેતાંબર સંપ્રદાયના પર્યુષણ 8 દિવસ ચાલે છે. ત્યાર બાદ દિગંબર સંપ્રદાયના લોકો 10 દિવસ પર્યુષણ મનાવે છે. તેને તેઓ દસલક્ષણના નામથી પણ સંબોધે છે. 

પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે.

આત્માને પર્યાવરણના પ્રત્યે તટસ્થ કે વીતરાગ બનાવ્યા વિના શુધ્ધ સ્વરૂપ આપવું શક્ય નથી. આ દ્રષ્ટીથી કલ્પસૂત્ર કે તત્વાર્થ સૂત્રનું વાંચન અને વિવેચન કરવામાં આવે છે અને સંત-મુનિઓ અને વિદ્વાનોના સાનિધ્યમાં સ્વાધ્યાય કરવામાં આવે છે.

પૂજા, અર્ચના, આરતી, સમાગમ, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.

મંદિર, ઉપાશ્રય, સ્થાનક તેમજ સમવશરણ પરિસરમાં વધારે સમય રહેવાનું જરૂરી માનવામાં આવે છે. આમ તો પર્યુષણનો પર્વ દિવાળી અને ક્રિસમસની જેમ ઉલ્લાસ અને આનંદનો તહેવાર નથી. છતાં પણ તેનો પ્રભાવ આખા સમાજમાં જોવા મળે છે.

ઉપવાસ, બેલા, તેલા, અઠ્ઠાઈ, માસખમણ જેવા લાંબા કંઇ પણ ખાધા પીધા વિના નિર્જળ ઉપવાસ કરનાર હજારો લોકો સરાહના મેળવે છે. ભારત સિવાય બ્રિટન, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, જાપાન, જર્મની તેમજ અન્ય અનેક દેશોમાં પણ પર્યુષણનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે.

પરંતુ પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમીના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે.

તે દિવસે લોકો ઉપવાસ કરે છે અને પોતાના પાપોની આલોચના કરતાં ભવિષ્યમાં તેમનાથી બચવાની પ્રતિજ્ઞા કરે છે. તેની સાથે જ તે ચોર્યાસી લાખ યોનીઓમાં વિચરણ કરી રહેલા બધા જ જીવોથી ક્ષમા માંગતાં એવું સુચિત કરે છે કે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. પરોક્ષ રૂપે તેઓ એવો સંકલ્પ કરે છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે.
મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી કહે અને જેઓ તેમાં ભાગ લેશે તેને પણ સમર્થન નહી આપે. આ આશ્વાસન આપવા માટે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. તેઓ એવું પણ ઘોષિત કરે છે કે તેઓએ વિશ્વના બધા જ જીવોને ક્ષમા કરી દીધા છે. અને તે જીવોને ક્ષમા માંગનારાઓથી ડરવાની જરૂરત નથી.

ખામેમિ સચ્ચે જીવા, સચ્ચે જીવા ખમંતુ મે. મિત્તિમે સચ્ચ ભુએસ વૈરં મમઝ ન કેણઈ. આ વાક્ય પરંપરાગત જરૂર છે પરંતુ ખાસ મહત્વ રાખે છે. તેને અનુસાર ક્ષમા માંગવા કરતાં ક્ષમા આપવી ખુબ જ જરૂરી છે.

ક્ષમા કરવાથી તમે અન્ય બધા જ જીવોને અભયદાન આપો છો અને તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ના કરે બહારના તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.