ફરાળી બરફી

વેબ દુનિયા|

W.D
સામગ્રી - 1 વાડકી રાજગરાનો લોટ. 1/2 વાટકી મગફળીના દાણા(આ બંનેને સેકીને સાફ કરવા) તેમજ દાણાને એકદમ ઝીણા વાટી લેવા, 1/2 વાડકી ખાંડ, ઈલાયચી 2-3, થોડુક જાયફળ વાટેલુ, 1 ચમચી ઘી.

બનાવવાની રીત - સેકેલા રાજગરાના લોટમાં મગફળી દાણા ઝીણા વાટેલા મિક્સ કરીને મુકી રાખો. તપેલીમાં ખાંડ અને થોડુ પાણી નાખીને એક તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી સારી રીતે બની જાય તો તેમા 1.2 ચામ્ચી ઘી નાખીને મિક્સ કરો અને હલાવો. પછી તેમા રાજગરાનો લોટ અને વાટેલા દાણા, ઈલાયચી પાવડર મિક્સ કરીને એક થાળીમાં ઘી લગાવેને પાથરી ઠંડુ થવા દો. મનપસંદ આકારમાં બરફીના ટુકડા કાપીને સર્વ કરો.


આ પણ વાંચો :