સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (09:41 IST)

સરકારનો નિર્ણય: સરકારી વિભાગમાં નોકરી કરતા પતિ-પત્નીની એક જ જગ્યાએ થઇ શકશે બદલી

સરકારી વિભાગમાં સેવા કરતા પતિ-પનીને એક જગ્યા અથવા નજીકમાં બદલી કરવાની રાજ્ય સરકારે મહત્વપૂર્ણ સૂચના આપી છે. નોકરી પર અલગ-અલગ સ્થળો પર રહેવાથી મુશ્કેલીનો સામનો કરી રહેલા હજારો દંપત્તિને આ નિર્ણયથી ફાયદો થશે. નિયમ હોવાછાઅં બદલી ન કરનાર વિભાગોને અપીલ કરવામાં આવી છે. સામાન્ય વહિવટી વિભાગને પરિપર જાહેર કરીને સરકારી વિભાગોમાં કાર્યરત દંપતિને સાર્વજનિક હિત, વહિવટી જરૂરીયાઓ અને કામકાજને પ્રાધાન્ય આપીને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી એક જ સ્થળ પર રાખવાની સૂચના આપી છે. 
 
રાજ્ય સરકારની સેવા, પંચાયા, બોર્ડ-કોર્પોરેશન અને ગ્રાંટ ઇન એડ સંસ્થાઓમાં કાર્યરત પતિ-પત્નીને આ પ્રકારે બદલી કરવાનો લાભ આપવામાં આવશે. પરિપત્રના અનુસાર રાજ્ય સરકારના બોર્ડ-નિગમ, ગ્રાંટ ઇન એડ સંસ્થાઓમાં કાર્યરત અધિકારીઓ-કર્મચારીઓની મોટાભાગે નોકરી સ્થાનાંતરિત હોતી નથી. એવા સંજોગોમાં પતિ અથવા પત્ની જો રાજ્ય અથવા પંચાયતમાં સેવારત છે તો તેમને સ્થાનાંતરણ અથવા સમકક્ષ જગ્યા પર નિમણૂકથી એક જગ્યાએ અથવા નજીકની જગ્યાએ નિયુક્ત કરવા પર વિચાર કરવો પડશે.  
 
ફિક્સ પગાર પર કામ કરનાર મહિલા કર્મચારીઓની એક વર્ષ અને પુરૂષની બે વર્ષની સેવા પુરી થઇ ગઇ છે તેમની બદલી થઇ શકશે. એવી જોગવાઇ છે. પરંતુ પતિ-પત્નીને એક જ સ્થળ પર રાખવા સંભવ હોય તો આવા કેસમાં પુરૂષ કર્મચારીએ એક વર્ષની સેવા પુરી કરેલી હોવી જોઇએ તો એક વર્ષ બાદ તેની બદલી અથવા જિલ્લા ટ્રાંસફર કરવામાં આવશે. પરિપત્રમાં આ સૂચના આપવામાં આવી છે. સાથે જ દિવ્યાંગ કર્મચારેને અરજીમાં પણ સહાનુભૂતિ પૂર્વક વિચાર કરવાની વાત કરવામાં આવી છે.