સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (11:39 IST)

જેઈઈ મેન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં યોજાશે પરીક્ષા

જેઈઈ મેન્સની પ્રથમ તબક્કો 16-17 એપ્રિલથી, બીજો તબક્કો 24-29 મેના રોજ આયોજીત કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેન 2022 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેઈઈ મેન સત્ર 16,17,18,19,20,21 એપ્રિલે યોજાશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા jeemain.nta.nic.in પર ખુલી છે. જેઈઈ મેન 2022 ફક્ત બે સત્રોમાં આયોજીત કરવામાં આવશે. એનટીએ અનુસાર જેઈઈ મેનના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ઘરની નજીક જ મળશે.
 
JEE મેન 2022 અરજી ફોર્મ ફક્ત 1 માર્ચથી 31 માર્ચ સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઈન મોડમાં મળી રહેશે. એનટીએના નોટિફિકેશમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ જેઈઈ મેન્સ 2022 અરજી પત્રક સુધારા વધારા થશે નહીં. એટલા માટે વિદ્યાર્થીઓ જેઈઈ મેન્સ અરજી પત્ર 2022ને ધ્યાનમાં રાખીને ભરે.  રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએના અધિકારીઓએ મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેઈઈ મેન્સનો પ્રથમ તબક્કાની પરીક્ષા 16થી 21 એપ્રિલ અને બીજા તબક્કાની પરીક્ષા 24થી 29 મે વચ્ચે યોજાશે.
 
જેઈઈ મેન્સમાં બે પેપર હોય છે. જે અંતર્ગત પ્રથમ પેપરનું આયોજન એનઆઈટી, આઈઆઈઆઈટી અને અન્ય કેન્દ્ર ટેકનિક સંસ્થાઓ તથા રાજ્ય સરાકરોની ભાગીદારીવાળી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ તથા યુનિવર્સિટીમાં બીઈ અને બીટેક સ્નાતક એન્જીનિયરીંગ કાર્યક્રમોમાં એડમિશન માટે હોય છે.