શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (11:56 IST)

25 જુલાઇએ આર્મી ભરતીની લેખિત પરીક્ષા જામનગર ખાતે યોજાશે

આર્મી ભરતી રેલી જે દેવભૂમિ દ્વારકા ખાતે ગત તા. ૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી યોજાયેલ હતી, તેમાં મેડીકલમાં પાસ થયેલા રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ અને દીવના ઉમેદવારો માટે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા તા. ૨૫-૭-૨૦૨૧ના રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે.
 
આ લેખિત પરીક્ષામાં મેડીકલ પાસ કર્યા બાદ આપવામાં આવેલા એડમિટ કાર્ડ માન્ય ગણવામાં આવશે નહિ. મેડિકલમાં પાસ થયેલા ઉમેદવારોએ નવું એડમિટ કાર્ડ મેળવવા માટે તા. ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ રાજકોટ, અમરેલી, મોરબી અને પોરબંદર તથા તા. ૧૨ જુલાઈ ૨૦૨૧ ના જામનગર, સુરેન્દ્રનગર અને દીવ તથા તા. ૧૩ જુલાઈ ૨૦૨૧ ના રોજ કચ્છ-ભુજ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા તથા તા. ૧૪ જુલાઈ ૨૦૨૧ ના રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ તેમજ તા. ૧૫ જુલાઈ થી ૧૭ જુલાઈ ૨૦૨૧ દરમ્યાન ભાવનગર જીલ્લાના ઉમેદવારોએ રૂબરૂ આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ, જામનગર ખાતે એક પાસપોર્ટ ફોટોગ્રાફ્સ તેમજ જુનું એડમિટ કાર્ડ સાથે લઇને આવીને નવું એડમિટ કાર્ડ મેળવવાનું રેહશે.
 
ઉમેદવારે ઉપર જણાવેલ આધાર પુરાવા સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ, જામનગર ખાતે આવીને નવું એડમિટ કાર્ડ મેળવવાનું રહેશે તો જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. વધુ માહિતી મેળવવા રોજગાર કચેરી રાજકોટના ફેસબુક પેજ Employment Office Rajkot પર થી મેળવી શકાશે. વધુ વિગત માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટ નો રૂબરુ અથવા ફોન નંબર  ૦૨૮૧-૨૪૪૦૪૧૯ ઉપર સંપર્ક કરવો તેમ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.