1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2026
  4. Prophecies of the Bhavishya Malika

ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી - મોદી કે યોગી કોણ હશે ભારતનો અંતિમ પ્રધાનમંત્રી ?

antim pradhanmantri
antim pradhanmantri
ભવિષ્ય માલિકાના પ્રચારકોનુ માનવુ છે કે નરેન્દ્ર મોદી ભારતના અંતિમ વડા પ્રધાન હશે, અને આ પછી, શાસનનું સ્વરૂપ બદલાઈ જશે. જોકે, કેટલાક સમર્થકો અને જ્યોતિષીઓ માને છે કે મોદી નહીં પરંતુ શ્રી યોગી આદિત્યનાથ ભારતના અંતિમ વડા પ્રધાન હશે, અને લાંબા સમય સુધી શાસન કર્યા પછી, તેઓ બધું બદલી નાખશે અને એક નવી રાજકીય વ્યવસ્થા લાગુ કરશે. કોઈને ખબર નથી કે આ સાચું છે કે નહીં, પરંતુ ચાલો જાણીએ કે ભવિષ્ય માલિકામાં આ સંદર્ભમાં શું લખ્યું છે.

શુ છે ભવિષ્ય માલિકા ?

 
ઓડિસામાં પંચસખા હતા એટલે કે પાંચ મિત્રો. આ પાંચ મિત્રો સંત હતા જેમાથી એક છે સંત અચ્યુતાનંદ દાસ. અચ્યુતાનંદનો જન્મ 10 જાન્યુઆરી 1510 ના રોજ ઓડિસાના જગન્નાથ પુરીમાં થયો હતો અને તેમનુ નિધન 1631 માં થયુ હતુ. મતલબ આજથી 515 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. 
 
સંત અચ્યુતાનંદ દાસની કૃતિઓમાં હરિવંશ, કેવર્ત ગીતા, ગોપાલંકાઓગલાબ, ગુરુ ભક્તિ ગીતા, અનાકાર સંહિતા, 46 પટલ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર વિવિધ કૃતિઓ પણ રચી હતી, જેને મલાઈકા તરીકે ઓળખવામાં આવે છે. ભવિષ્ય પરની કૃતિઓને ભવિષ્ય મલાઈકા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે સંત અચ્યુતાનંદ દાસે પુરીના જગન્નાથ મંદિરને કેન્દ્રમાં રાખીને ઘણી આગાહીઓ કરી હતી. વાર્તાકાર પંડિત કાશીનાથ મિશ્રા સહિત ઘણા ટીકાકારો માને છે કે 2020 થી 2032 વચ્ચેનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ અને વિનાશક હોઈ શકે છે.
 

પ્રચારકોના મુજબ શુ છે ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણીઓ ? 

કળયુગનો અંત અને સંક્રમણ કાળ 
 
અત્યંત કષ્ટકારી સમય: કલિયુગના અંત અને સત્યયુગની શરૂઆત વચ્ચેનો સમયગાળો અત્યંત દુઃખદાયક રહેશે. પ્રચારકોના મતે, આ વર્તમાન સમયગાળો છે.
 
ઐતિહાસિક સંદર્ભ અને મહાપુરૂષોનો ઉલ્લેખ  
કાળખન્નું વર્ણન: આ લખાણ મુઘલ અને બ્રિટિશ યુગથી સ્વતંત્ર ભારતના સમય સુધીના સમયગાળાનું સ્પષ્ટ વર્ણન પૂરું પાડે છે.
 
ભારતના અંતિમ રાજા અને યોગી પુરૂષ
અંતિમ રાજાના લક્ષણો: ભારતના અંતિમરાજા એક શક્તિશાળી હિન્દુ રાજા, બ્રહ્મચારી અને યોગી હશે. તેમને કોઈ સંતાન નહીં હોય.
 
નેતૃત્વ: તે રાજા પાસે વિશ્વનું નેતૃત્વ કરવાની અસાધારણ ક્ષમતા હશે અને, પોતાની શક્તિ, જ્ઞાન અને ન્યાયીપણા દ્વારા, રાષ્ટ્ર અને વિશ્વનો માર્ગ બદલી નાખશે અને શાંતિ સ્થાપિત કરશે.
 
બાણ બસુ રાજા નરેન્દ્ર વર્ષ, થોકાએ નષ્ટ હેબે મહા મલ  
ચન્દ્રબાણ રામબાણ થોઈબુ, એહિ સાલટિ ઠિકણા જાણિબુ 
 
 બાણ (5) બાસુ (રાજા નરેન્દ્ર વર્ષ એટલે કે રાજા નરેન્દ્રના 13 મા વર્ષમાં (2027 ), ઘણા દુષ્ટ લોકોનો નાશ થશે. આ ચંદ્ર (15) બાણ (5), રામ (4  કે 7 ) બાણ (5 ) એટલે કે 20 અને 9/11  અંકોમાં થશે. - કાલિકલ્પ ગીતા, નવમો અધ્યાય, મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસ. ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલી આગાહી મુજબ, મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ તેમના પુસ્તક 'ચૌષ્ટિ પાતાળ'માં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનો ઉલ્લેખ કર્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર નામનો વ્યક્તિ ભારત પર શાસન કરશે.
 

ત્રીજું વિશ્વયુદ્ધ અને ભારતની ભૂમિકા

યુદ્ધ સમીકરણો: ત્રીજા વિશ્વયુદ્ધમાં, પાકિસ્તાન, ચીન અને 13  મુસ્લિમ રાષ્ટ્રો સાથે મળીને ભારત પર હુમલો કરશે, જેમાં અમેરિકા પાકિસ્તાનને ટેકો આપશે. રશિયા, ફ્રાન્સ, ઇટાલી અને જાપાન ભારતને ટેકો આપશે.
યુદ્ધનો સમયગાળો અને પરિણામ: ત્રીજું વિશ્વયુદ્ધ કુલ 6  વર્ષ અને ૬ મહિના ચાલશે. યુદ્ધના છેલ્લા 13  મહિનામાં ભારત સામેલ રહેશે, અને તે મુખ્યત્વે ભારતની લડાઈ હશે.
ભારતનો વિજય: આ યુદ્ધમાં ભારતનો વિજય થશે. ભારત તેના દુશ્મનોનો કાયમ માટે નાશ કરશે અને 'વિશ્વ ગુરૂ' બનશે.
 
જનસંખ્યા પર અસર: યુદ્ધમાં લોકો જીવ જંતુઓની જેમ મરી જશે, અને અંતે વિશ્વની કુલ વસ્તી માત્ર 64  કરોડની રહી જશે
 
એહી ભારત રે સંગે 
પાકિસ્તાન ટી લડીબ રંગે 
મહાસમર કરીબ જાણિથા દેંગે 
ઉડિ જે ચીન સૈન્ય તુરુકિ ઈરાન જાણ બ્રિટિશ જે 
અમેરિકા પાકિસ્તાન કુ દેવે બલ અસ્ત્ર શસ્ત્ર અબર 
જોગાઈ દેબે યુદ્ધ લાગિબ આબર - ભવિષ્ય માલિકા પુરાણ 
 
અર્થ - પાકિસ્તાન અને ચીન મળીને ભારત સાથે યુદ્ધ કરશે. પાકિસ્તાનને તુર્કી, ઈરાન, બ્રિટિશ, અમેરિકા અને 13 મુસ્લિમ દેશો તરફથી અસ્ત્ર શસ્ત્ર સૈન્ય, અર્થ બધા પ્રકારનો સહયોગ મળશે.  
 

ખગોળીય ઘટના અને પ્રાકૃતિક વિપદા  

 
અવકાશી પદાર્થો અને બે સૂર્ય: યુદ્ધ દરમિયાન, એવું લાગશે કે જાણે આકાશમાં બે સૂર્ય દેખાય છે. વાસ્તવમાં, તે એક જ અવકાશી પદાર્થ હશે જે બંગાળની ખાડીમાં પડશે.
 
7 દિવસનો અંધકાર: પૃથ્વી પર થતી ભયંકર કુદરતી આફતોને કારણે, સમગ્ર પૃથ્વી 7 દિવસ સુધી અંધકારમાં છવાયેલી રહેશે. આ ઘટના 2022 અને 2032 ની વચ્ચે બનવાનો દાવો કરવામાં આવે છે.
 
હવામાનનુ સંતુલન - યુદ્ધ પછી વર્ષો સુધી ભારે વરસાદ અને દુકાળનો માહોલ રહેશે. 
 

ભવિષ્ય માલિકાના મુજબ ક્યારે થશે આ બધી ઘટના :  

 
અંતિમ રાજાની ઉપસ્થિતિ - ભવિષ્ય માલિકા મુજબ આ બધી ઘટનાઓ ત્યારે બનશે જ્યારે ઓડિશાના અંતિમ રાજા ગજપતિ મહારાજ હશે. વર્તમાનમાં આ જ રાજા ગાદી પર વિરાજમાન છે.  

 
ઓડિશા અને જગન્નાથ ધામ જળમગ્ન : આકાશીયપિંડ પડવાથી ઓડિશા ડૂબી જશે. સમુદ્રનું સ્તર એટલું વધશે કે પાણી જગન્નાથ મંદિરના 22મા પગથિયાં સુધી પહોંચી જશે. તે સ્થિતિમાં, ભક્તો મંદિરમાંથી ભગવાન જગન્નાથની મૂર્તિને સુરક્ષિત રીતે દૂર કરશે અને તેને 'છતિયાબટા' પર લઈ જશે.
 
શનિ મીન યોગ: આ બધી ઘટનાઓ શનિ મીન યોગ થાય ત્યારે શરૂ થશે. એટલે કે, જ્યારે શનિ મીનમાં ગોચર કરે છે અને પછી મેષમાં ગયા પછી, તે મીનમાં પાછો ફરે છે. હાલમાં, શનિ મીનમાં ગોચર કરી રહ્યો છે.
 
આગળનો લેખ
વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?