ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : બુધવાર, 10 મે 2023 (13:22 IST)

Karnataka Election 2023 Voting Live: 11 વાગ્યા સુધી 20.99% વોટર્સે કર્યુ મતદાન, 224 સીટો પર વોટિંગ ચાલુ, જાણો દરેક ક્ષણના અપડેટ

Karnataka Election 2023 Live Updates
Karnataka Election
Karnataka Election 2023 Voting Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે  અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 224 બેઠકો પર યોજાઈ રહેલી આ ચૂંટણીના પરિણામ 13 મેનાં રોજ આવશે. આ વખતે ચૂંટણીમાં કુલ 2615 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ઉમેદવારોમાં ભાજપના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને જેડીએસના વડા એચડી કુમારસ્વામી જેવા મોટા નામો સામેલ છે.

પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ પોતાનો મત આપ્યો

પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ બિદાડી નજીક કેથાગનાહલ્લી ખાતે પોતાનો મત આપ્યો.
 
સવારે 11 વાગ્યા સુધી 20.99% મતદારોએ મતદાન કર્યું હતું
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 20.99% મતદારોએ મતદાન કર્યું હતું.
 
અભિનેતા ઉપેન્દ્ર રાવે પોતાનો મત આપ્યો

અભિનેતા ઉપેન્દ્ર રાવે બેંગલુરુમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
 
બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ પોતાનો મત આપ્યો
બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.
 
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાનું નિવેદન - 130-150 સીટો જીતશે

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, કર્ણાટકના લોકોના વલણને જોતા લાગે છે કે કોંગ્રેસ 130-150 સીટો જીતશે. ભાજપ સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 
કન્નડ અભિનેત્રી અમૂલ્યા અને તેમના પતિએ કર્યું વોટીંગ  

કન્નડ અભિનેત્રી અમૂલ્યા અને તેના પતિએ બેંગલુરુના આરઆર નગરમાં મતદાન મથક પર મતદાન કર્યું.
 
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મતદાન કરવા પહોંચ્યા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેંગલુરુના વિજય નગરમાં મતદાન કરવા પહોંચ્યા.

અભિનેતા પ્રકાશ રાજે મત આપ્યા પછી કહી આ વાત 
પોતાનો મત આપ્યા પછી, અભિનેતા પ્રકાશ રાજે કહ્યું, 'આપણે સાંપ્રદાયિક રાજનીતિ સામે મત આપવાનો છે. આપણે કર્ણાટકને સુંદર બનાવવાની જરૂર છે.