મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2019 (16:34 IST)

ન્યાય યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં એક વર્ષની અંદર 72000 રૂપિયા જમા થશે - રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો રજુ કરતા સત્તામાં આવતા 20 ટકા ગરીબો માટે ન્યૂનતક આવક યોજના શરૂ કરવાનુ વચન આપ્યુ. જેના હેઠળ ગરીબે તબકાના લોકોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે. પાર્ટીએ આ ઘોષણાપત્રને જન અવાજ નામ આપ્યુ છે. કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે સત્તામાં આવીશુ તો 5 મોટા વચનો નિભાવીશુ.  જેમા 5 કરોડ લોકોના ખાતામાં એક વર્ષની અંદર 72000 રૂપિયા જમા કરવાની યોજના છે. 
 
- તેમણે કહ્યુ - આ રકમ ત્યા સુધી જમા થશે જ્યા સુધી ફેમિલીની આવક 12000 રૂપિયા મહિને ન થઈ જાય 
 
- સિમ્દેગામાં એક ચૂંટણી સભા દરમિયાન તેમણે કહ્યુ કે પીએમ મોદી 15-20 લોકો માટે જ કામ કર્યુ છે. 
 
- નરેન્દ્ર મોદીજીએ 2 કરોડ લોકોને નોકરી આપવાનુ તેમનુ વચન નિભાવ્યુ નથી.  તેમણે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ પણ જમા કરાવ્યા નથી. 
 
- તેઓ ફક્ત 15-20 લોકો માટે કામ કરે છે. રાહુલે કહ્યુ કે તેઓ ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. 
 
- રાહુલ ગાંધીએ લોકોને ખૂંટીથી  કોંગ્રેસ અને મહાગઠબંધન ઉમેદવર કાલીચરણ મુંડાને વોટ અપવાની અપીલ કરી.  ગાંધીએ મોદી પર ફરી એટેક કરતા કહ્યુ કે મોદીજીએ ખેડૂતોની લોન માફ ન કરી જ્યારે કે કોંગ્રેસ દ્વારા શાસિત છત્તીસગઢમાં ચોખા માટે 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 
 
- મુંડા ખૂંટી એલએસ સીટ પરથી ભાજપાના અર્જુન મુંડાનો સામનો કરી રહ્યા છે. 
- કોંગેર્સ પ્રમુખે કહ્યુ કે ગરીબોને જીએસટીની માર પડે અને તમને જોર આપીને કહ્યુ કે કોંગ્રેસ આદિવાસી ભૂમિ ને બચાવવા પર પ્રતિબદ્ધ છે. 
- આ ગઠબંધનમાં લોકોની અવાજ છે.  હુ અહી મારા મનની વાત બોલવા નથી આવ્યો પણ તમારા મનની વાત સાંભળવા માટે અન એ જે કંઈ પણ તમે અમને બતાવશો એ અમે કરીશુ. 
 
- ગાંધીએ કહ્યુ કે ન ભૂલશો કે તમે માલિક છો. નરેન્દ્ર મોદી કે કોઈ પણ રાજનીતિક નેતા તમારો માલિક નથી. તમે ફક્ત એ બતાવો કે અમારે શુ કરવાનુ છે અને અમે શુ કરીશુ. 
 
- તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં મફત સારવાર શરૂ કરાવીશુ અને જો વોટ આપશો તો વિશ્વવિદ્યાલય અને તકનીકી સંસ્થાનોને જીલ્લામાં સ્થાપિત કરવામાં આવશે.