મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2019 (12:10 IST)

હવામાં ગુજરાતઃ ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી સૌથી વધુ 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા બાદ ગુજરાત વધુ બદનામ થયું છે. આચાર સંહિતા હોવા છતાં ગુજરાતમાંથી બિનહિસાબી રોકડ સહિત પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત થવામાં આખા દેશમાં ગુજરાત બીજા નંબર પર છે. ચૂંટણી થયા બાદ પણ ગુજરાતમાંથી 2.44 કરોડનો દારૂ, 2.01 કરોડની બિનહિસાબી રોકડ અને 1.95 કરોડની દ્યાતુ જપ્ત થઈ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી સૌથી વધુ 524.34 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાંથી જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાંથી 45 ટકા જેટલું ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 23મી એપ્રિલે યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ પણ બિનહિસાબી રોકડ અને પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત થઈ છે. 10 માર્ચથી 23 એપ્રિલ સુધીમાં 545.47 કરોડની પ્રતિબંધિત સામગ્રી અને બિનહિસાબી રોકડ જપ્ત કરાઈ હતી. જ્યારે 23 એપ્રિલથી 10મે સુધીમાં કુલ 6.4 કરોડની બિનહિસાબી રોકડ અને પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.