શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (17:27 IST)

અમિત શાહે ગાંધીનગર બેઠક પર પાંચ લાખથી વધુ મતની લીડ મેળવી અડવાણીનો રેકોર્ડ તોડ્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પર પાંચ લાખ મતથી વધુની લીડ મળતા અડવાણીનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોંગ્રેસના સી જે ચાવડાને ત્રણ વાગ્યા સુધીમાં 3,26,552 મતની સામે અમિત શાહના 8,53,102 મત મળ્યા હોવાનું જણાયું છે. આ સાથે જ અમિત શાહને 5,18,831 મતની જંગી લીડ મળતા જીત નિશ્ચિત છે. ભાજપે તેમના દિગજ્જ નેતા લાલકૃષ્ણ અડવાણીની પારંપરિક બેઠક પરથી આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કમાન સોંપી હતી. અગાઉ 2014માં એલ કે અડવાણીનો ગાંધીનગર 4,83,121 મતથી વિજય થયો હતો.

અમિત શાહે આ વખતે લોકસભા બેઠક પર પ્રચાર માટે ચાર મેગા રોડ-શો યોજ્યા હતા તેમજ સંખ્યાબંધ બેઠકોનો દોર પણ કર્યો હોય તે ફળ્યા હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે. લોકસભા બેઠક અંતર્ગત આવતા વિધાનસભા ક્ષેત્રોમાં સોસાયટીના પ્રમુખો સાથે બેઠકો યોજી અમિત શાહે જીતની રણનીતિ ઘડી હતી જે બરોબર પાર પાડી છે. ભાજપ માટે ગાંધીનગર બેઠક પરથી આ જંગી બહુમતિ સાથેની જીત છે.