ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (12:28 IST)

ચોકીદાર ચોર હે નું સુત્ર અહીં સાર્થક નિવડ્યું, જાણો ગુજરાત ભાજપ પ્રમુખના પુત્રએ શું કર્યું

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી આજે એમ.કે.બી. યુનિ.ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એમ.જે. કોમર્સ કોલેજમાંથી ગેરરીતિ કરતાં 27 કાપલી સાથે ઝડપાઈ ગયો હતો. જોકે આ બનાવ બાદ રાજકીય દબાણ આવતા યુનિ. સત્તાધીશોએ મોઢું સીવી લીધું હતું. સવારે 11.30 કલાકે પરીક્ષા શરૂ થયા બાદ બ્લોક નં.6ના સુપરવાઈઝર વર્ષાબા ગોહિલે રાબેતા મુજબ તમામ પરીક્ષાર્થીને તેમની પાસે કોઈ સાહિત્ય-કાપલી હોય તો આપી દેવા સૂચના આપી હતી. ત્યારબાદ પરીક્ષા શરૂ થયાના પંદર મિનિટ બાદ આ સુપરવાઈઝરને એક િવદ્યાર્થીનો આન્સર પેપર થોડો ઉપસેલો લાગતા તેની પૂછપરછ કરી તપાસ કરતા તેમાંથી 25થી 27 જેટલી જુદી જુદી કાપલીઓ મળી આવી હતી.
આ વિદ્યાર્થીનો સીટનંબર 21210066 હતો અને વિદ્યાર્થીએ પોતાનું નામ મીત જીતુભાઈ વાઘાણી હોવાનું જણાવતાં જ સુપરવાઈઝરે ચોરીના સાહિત્ય સાથે સમગ્ર મામલો એમ.જે. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ કે.જે. વાટલીયાને સુપરત કર્યો હતો અને વિદ્યાર્થી મીત વાઘાણીને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યો હતો. ક્લાસરૂમની બહાર આવી મીતે જુદાજુદા લોકોને ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને ત્યાંથી આખો મામલો યુનિ.કેમ્પસની કુલપતિ કચેરીએ ખસેડાયો હતો.બીજીબાજુ પ્રિન્સીપાલ વાટલીયા ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને તેમનો મોબાઈલ પણ સ્વીચઓફ કરી દીધો હતો.
યુનિ.ની વેબસાઈટ પર િવદ્યાર્થીના સીટનંબર નામ સાથેની માહિતી હોય છે પણ કોઈપણ કારણોસર એકાએક આ વેબસાઈટ પણ લોક થઈ હોય તેમ ખુલતી ન હતી. જેના કારણે આ કલાસમાં બીજા જે િવદ્યાર્થીઓ હોય તેનો પણ સંપર્ક ન થઈ શકે. જે મહિલા સુપરવાઈઝર વર્ષાબા ગોહિલે આ કોપીસ કેસ પકડયો હતો એમનો સંપર્ક કરતા તેમણે વાત કરવાની ના પાડી દીધી હતી.મોડેથી એમ.જે.ના પ્રિન્સીપાલ વાટલીયાનો સંપર્ક થતા તેમણે પણ ગોખેલા હોય તેવા વાક્યોમાં જવાબ આપ્યા હતા કે કોપીસ કેસ થયો છે પણ નામ જોવાનું મારાથી રહી ગયું છે.
આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મારો પુત્ર પરીક્ષામાં ચોરી કરવાના આરોપમાં પકડાયો છે, તેણે ભૂલ કરી છે, દરેક વિદ્યાર્થીને જે નિયમ લાગુ પડતો હોય તો તેને પણ લાગુ પડશે. એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર વર્ષાબા ગોહિલ હતા. તેઓએ જણાવ્યું હતુ કે 11.30 કલાકે પરીક્ષા ચાલુ થઇ તે પહેલા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સાહિત્ય પરત કરવા સૂચના આપી દીધી હતી. પણ પરીક્ષા શરૂ થયા બાદ એક પરીક્ષાર્થી તેની બેઠક થોડી ઉપસેલી હોય અને તે કાપલી લઇ પેપર લખતો હોવાનું મારા ધ્યાને આવતા મેં તેની ચકાસણી કરતા તેની પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય ઝડપાયું હતુ. આથી મેં આ કોપી કેસ નોંધી કોલેજના આચાર્ય કે.એસ.વાટલીયા પાસે મોકલી દીધો હતો.