1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (11:02 IST)

Lok Sabha Elections 2019 @ 3rd Phase: પીએમ મોદીની મા હીરાબેને અમદાવાદમાં નાખ્યો વોટ

Lok Sabha Elections 2019 @ 3rd Phase 3 live upadates Voting in 117 Seats - લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં મંગવારે સૌથી વધુ 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 117 સીટો પર વોટિંગ ચાલુ છે.  ગુજરાતના અમદાવાદના રાયસણ બુથ પરથી PM નરેન્દ્ર મોદીના માતાશ્રી 98 વર્ષના હિરાબાએ મતદાન  કર્યુ 


આ પહેલા વોટ નાખતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માને મળવા ગાંધીનગર પહોચ્યા હતા. માતાનો આશીર્વાદ લીધા પછી પીએમ મોદીએ અમદાવાદમાં વોટ નાખ્યો. અહી અમિત શાહ પણ્ણ તેમની સાથે હાજર હતા. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કરી લોકોને વોટ નાખવાની અપીલ કરી છે. આ ચરણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ માટે અગ્નિપરિક્ષા છે. શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તે લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગરથી મેદાનમાં છે. બીજી બાજુ રાહુલ પહેલીવાર દક્ષિણી રાજ્ય કેરલના વાયનાડથી નસીબ અજમાવી રહ્યા છે. પાર્ટી અધ્યક્ષના રૂપમાં પણ રાહુલ અને શાહ માટે આ પ્રથમ લોકસભા ચૂંટણી છે. 
 
મુલાયમ પરિવારની સાખ પણ આ ચરણમાં દાવ પર છે. મુલાયમ સિંહ ખુદ મૈનપુરીથી મેદાનમાં છે. તો ધર્મેન્દ્ર યાદવ બદાયુ અને અક્ષય યાદવ ફિરોજાબાદથી નસીબ અજમાવી રહ્યા છે. અક્ષયને ફિરોજાબાદમાં ચાચા શિવપાલ યાદવ પડકાર આપી રહ્યા છે. આ ઉપરાંત રામપુરથી આઝમ ખાં અને જયાપ્રદાના નસીબનો ફેંસલો થશે. પીલીભીતથી વરુણ ગાંધી, બરેલેથી સંતોષ ગંગવાર, મઘેપુરાથે શરદ યાદવ અને પપ્પુ યાદવ પર મતદાતા નિર્ણય સંભળાવશે.