શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (12:19 IST)

ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાનથી કોની તરફેણમાં વિજયનો તાજ હશે, કોંગ્રેસ ગેલમાં, ભાજપ ચિંતામાં

ગુજરાતમાં સરેરાશ 64 ટકા મતદાનના આંકને પગલે હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ગણિતો માંડવાના શરૃ કરી દીધા છે. સીએમ રૂપાણીએ મતદાન બાદ તુરંત જ પ્રેસ કોન્ફરન્સ કરી 26માંથી 26 સીટો જીતવાનો દાવો તો કરી દીધો છે પણ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક છે. દેશના તમામ સરવે અને આઈબીના રિપોર્ટ 5થી 6 બેઠકો કોંગ્રેસને જતો હોવાનો દાવો કરી રહી છે. દિલ્હી અને મુંબઈનું સટ્ટા બજાર પણ ભાજપને 19થી 20 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરી સટ્ટો લઇ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના કદાવર નેતાઓ તો 15 બેઠકોના દાવાઓ કરી રહ્યા છે પણ આ અંદાજો બિલકુલ સાચા ઠરે તેવી સંભાવના નથી. સટ્ટા બજારમાં ભાજપની 19 સીટ માટે 30 પૈસા, 20 સીટ માટે 55 પૈસા અને 22 સીટ માટે 85 પૈસાનો ભાવ ખૂલ્યો છે. સટ્ટા બજાર કોંગ્રેસને 7 સીટો પર રસાકસી હોવાથી આ બેઠકો પર ભાવ લઈ રહ્યું છે. ભાજપ પણ સારી રીતે આ જાણે છે એટલે જ મોદીએ છેલ્લા તબક્કામાં અન્ય રાજ્યોને બદલે ગુજરાતમાં ફોક્સ કરી ગુજરાતમાં સભાઓ કરી છે. અમિત શાહ પણ ખુદ કબૂલી ચૂક્યા છે કે, 26માંથી 26 બેઠકો જીતવી એ અઘરી બાબત છે. ગુજરાતમાં 64 ટકા મતદાને અનેક સમીકરણો નવા રચશે એ નક્કી છે. ભાજપને સૌથી વધારે નુક્સાન અે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પડશે એ નક્કી છે. કોંગ્રેસ વિધાનસભાની દ્રષ્ટીએ તો 11 લોકસભાની બેઠક પર મજબૂત હતી પણ ઘર ફૂટે ઘર જાય તેમ કોંગ્રેસમાં બળવાખોરોને પગલે ભાજપને આ વર્ષે ફાયદો થયો છે એ પણ નક્કી છે.વાસ્તવમાં તો વહેલી સવારે મતદારોની જે લાઈન હતી અને પ્રથમ ત્રણ કલાક દરમિયાન જ ભારે મતદાન થતાં એવો અંદાજ મુક્યો હતો કે આ વખતે મતદાનની ટકાવારીમાં સાત થી આઠ ટકાનો વધારો થઇ શકે છે પરંતુ બપોરે 1 થી 4 દરમિયાન મોટાભાગના મતદાન કેન્દ્ર પર કાગડા ઉડતા હતા ભારે ગરમીને લીધે મતદાન કર્યું હતું છેલ્લી 2 કલાકમાં મતદાન થોડું વધ્યું હતું દાહોદ અને વલસાડ જેવા આદિવાસી વિસ્તારોમાં ભારે મતદાન થયું છે આ મતદાન કોની તરફેણમાં થયું છે તે કહેવું અત્યારે મુશ્કેલ છે પણ જો ભાજપની વિરુદ્ધમાં મતદાન થયું હશે તો ચોક્કસથી તે વિસ્તારોમાં પણ કોંગ્રેસ મેદાન મારી જશે.મતદારોએ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું.  2014માં મોદી લહેર સમયે માત્ર 0.11%થી આ રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. ત્યારે 63.6% મતદાન થયું હતું. 2019ના મતદાને ઈન્દિરા લહેર, રામ લહેર, અટલ-મોદી લહેરના દરેક કીર્તિમાન તોડી નાંખ્યા. સૌથી વધુ 74.9% મતદાન વલસાડમાં જ્યારે સૌથી ઓછું 55.73% મતદાન અમરેલીમાં થયું. અમિત શાહની ગાંધીનગર બેઠક પર 64.95% મતદાન થયું. આ મતદાન સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો ખતમ થયો. હવે બસ 23 મેની રાહ જોવાય છે.