બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 17 મે 2019 (12:39 IST)

લોકસભા ચૂંટણી અને ગોડસે વિવાદ - પ્રજ્ઞા ઠાકુર સહિત બીજેપી નેતાઓ પર અમિત શાહનુ કડક વલણ, પાર્ટીએ નોટિસ મોકલી માગ્યો જવાબ

નાથુરામ ગોડસેને લઈને આપેલ નિવેદન પછી બીજેપી નેતા અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને નલીન કટીલની મુશ્કેલી વધવા માંડી છે. ભારતીય જનતા પાર્ટીએ બંને નેતાઓને આ વિશે જવાબ માગ્યો છે. આ વાતની માહિતી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને આપી. 
 
ટ્વીટ કરી અમિત શાહે કહ્યુ, પાર્ટીની અનુશાસન સમિતિએ ત્રણેય નેતાઓ પાસે જવાબ માંગીને તેની એક રિપોર્ટ 10 દિવસની અંદર પાર્ટીને આપે. આ પ્રકારની સૂચના આપી છે. અમિત શહએ ત્રણેય નેતાઓના આ નિવેદનને વ્યક્તિગત બતાવ્યા છે.  છેલ્લા 2 દિવસમાં શ્રી અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને શ્રી નલીન કટીલના જે નિવેદન આવ્યા છે તે તેમના વ્યક્તિગત નિવેદન છે. આ નિવેદન સાથે જનતા પાર્ટીનો કોઈ સંબંધ નથી. 
 
આ લોકોએ પોતાના નિવેદન પરત લીધા છે અને માફી પણ માંગી લીધી છે. છતા પણ સાર્વજનિક જીવન અને ભારતીય જનતા પાર્ટીની ગરિમા અને વિચારધારાના વિરુદ્ધ આ  નિવેદનોને પાર્ટીએ ગંભીરતાથી લઈને ત્રણેય નિવેદનોને અનુશાસિત સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે. 
 
અનુશાસન સમિતિ ત્રણેય નેતાઓ પાસેથી જવાબ માંગીને તેની એક રિપોર્ટ 10 દિવસની અંદર પાર્ટીને આપે. આ પ્રકારની સૂચના આપી છે. 
 
ઉલ્લેખનીય છે કે મીડિયાના સવાલના જવાબમાં પ્રજ્ઞા ઠાકુરે નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ, "નાથૂરામ ગોડસે દેશભક્ત હતા.. છે.. અને રહ્શે.. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતાનુ આત્મ નીરિક્ષણ કરી લે. હાલની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપવામાં આવશે."  
 
બીજી બાજુ બીજેપી સાંસદ નલિને ગુરૂવારે કહ્યુ, "ગોડસેએ એકને માર્યો, કસાબે 72ને માર્યા, રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા, હવે તમે ખુદ નક્કી કરી લો કે કોણ વધુ ક્રૂર છે." નલિન કટિલ બીજેપીની ટિકિટ પર અહીથી બીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે.