ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (16:41 IST)

Lok Sabha Google Trends - મોદીની રાહુલ કરતા 6 ગણી વધુ સર્ચિંગ, પ્રિયંકા-મમતાથી આગળ માયાવતી..

બે મહિના ચાલેલા લોકસભ ચૂંટણી દરમિયાન ઈંટરનેટ પર સચિંગમાં કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મુકાબલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ રહ્યા. 10 માર્ચથી 15 મે સુધી 66 દિવસમાં ગૂગલ સર્ચિંગમાં મોદીના એવરેજ પોઈંટ્સ 74 રહ્યા. બીજી બાજુ રાહુલના એવરેજ પૉઈંટ્સ 12 રહ્યા.  આ 66 દિવસમાં ફક્ત કે જ દિવસ એવો હતો જ્યારે રાહુલ ગાંધીના એવરેજ પોઈંટ્સ 26 પહોંચ્યા. આ દિવસે 22 એપ્રિલ હતી. જ્યારે રાહુલે ચોકીદાર ચોર હૈ ના નિવેદનપર સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ખોટી રીતે જોડવા પર માફી મનગી લીધી હતી. આ ઉપરાંત 10 માર્ચ રાહુલને એવરેજ પોઈંટ્સ 6 અને મોદીના એવરેજ પોઈંટ્સ 54 હતા. જ્યારે કે 15 મેના રોજ રાહુલના એવરેજ પોઈંટ વધીને 11 અને મોદીના 77 થઈ ગયા. 
 
ગૂગલ ટ્રેડ્સના ડેટા મુજબ મોદીને બધા  રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાહુલથી વધુ સર્ચ કરવામાં આવ્યા. જો બંને નેતાઓની જુદી જુદી સર્ચિગ જોવામાં આવે તો મોદીને સૌથી વધુ રાજસ્થાન, મઘ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં સર્ચ કરવામાં આવ્યા. રાહુલને પણ રાજસ્થાન, મઘ્યપ્રદેશ નાગાલેંડ અને કેરલમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા.  પણ બંને નેતાઓની તુલનાત્મક સર્ચિંગની વાત કરીએ તો રાજસ્થાન, મઘ્યપ્રદેશ, નાગાલેંડ અને કેરલમાં રાહુલના મુકાબલે મોદી વધુ સર્ચ થયા. જેવા રાજસ્થાનમાં મોદીની સર્ચિગ ટકાવારી  89% રહી તો રાહુલની સર્ચિંગ ટકાવારી 11% રહી. 
 
ગૂગલ પર લોકોએ મોદી વિશે તેમની બાયોપિકની રજુઆત તારીખ, ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરી, ઈંટરવ્યુ, બાલાકોટ એયરસ્ટ્રાઈક પર આપેલ નિવેદન અને રેલીઓ વિશે સર્ચ કર્યુ. આ જ રીતે રાહુલ  વિશે લોકોએ ન્યાય યોજના, વાયનાડ અને અમેઠીમાં નામાંકન, નાગરિકતા વિવાદ, ભાષણ, રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં માફી માંગવા વિશે સર્ચ કર્યુ. 
 
66 દિવસમાં ગૂગલ પર લોકોએ ભાજપાને કોંગ્રેસને તુલનામાં વધુ સર્ચ કર્યુ. ગૂગલ ટ્રેડ્સ પર આ દરમિયાન ભાજપાના એવરેજ પોઈંટ્સ 38 અને કોંગ્રેસના 20 રહ્યા. 10 માર્ચના રોજ ભાજપાના એવરેજ પોઈંટ્સ 15 હતા જે 15 મે સુધી વધીને 25 થઈ ગયા. આ જ રીતે 10 માર્ચના રોજ કોંગ્રેસના એવરેજ પોઈંત 10 અને 15 મેના રોજ 14 થઈ ગયા. આ દરમિયાન ફક્ત એક દિવસ 2 એપ્રિલના રોજ કોંગ્રેસની સર્ચિંગ ભાજપા કરતા 2 પોઈંટ વધુ રહી. જ્યારે કે બાકી દિવસોમાં હંમેશા ભાજપા જ આગળ રહી. મોદીની જેમ ભાજપાની સર્ચિંગ પણ બધા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોંગ્રેસ કરતા વધુ રહી. 
 
બંને પાર્ટીઓએન જુદી જુદી જોવામાં આવે તો ભાજપાને સૌથી વધુ અંડમાન-નિકોબાર, અરુણાચલ પ્રદેશ, દાદર-નગર હવેલી, ત્રિપુરા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને હરિયાણામાં સર્ચ કરવામાં આવ્યુ.  જ્યારે કે કોંગ્રેસની સર્ચિંગ સૌથી વધુ અંડમાન-નિકોબાર રાજસ્થાન નાગાલેંડ દિલ્હી ત્રિપુરા મધ્યપ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાં થઈ. બંનેની તુલના કરીએ તો ભાજપાને સૌથી વધુ સિક્કિમ અને કોંગ્રેસને તેલંગાનામાં સર્ચ કરવામાં આવ્યા. 
 
પશ્ચિમ બંગાળ માં મુખ્ય મુકબાલો ભાજપા અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે છે. ગૂગલ ટ્રેંડ્સ પર પશ્ચિમ બંગાલની સર્ચગ જોઈએ તો અહી મોદી અને ભાજપાની સર્ચિગ મમતા અને ટીએમસીથી અનેકગણી વધુ રહી. 10 માર્ચથી લઈને 15 મે સુધી મોદીના એવરેજ પોઈંટ 22 ભાજપાના 37 મમતાને 7 અને ટીએમસીના 9 રહ્યા. બંગાલમાં મોદી સૌથી વધુ સિલીગુડી, આસનસોલ, કલકત્તા, દુર્ગાપુર અને હાવડામાં સર્ચ કરવામાં આવ્યા જ્યારે કે મમતાને સિલીગુડી, દુર્ગાપુર, કલકત્તા અને હાવડામાં ચર્ચ કરવામાં આવ્યા. 
 
ગૂગલ ટ્રેડ્સ પર મોદી બાકી નેતાઓથી વધુ સર્ચ કરવામાં આવે છે અને ઉત્તરપ્રદેશમાં પણ આ જ છે. યુપીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી મળીને ચૂંટણી લડી રહી છે અને તેનો મુકાબલો ભાજપા સાથે છે. ગૂગલ ટ્રેડ્સના મુજબ ઉત્તરપ્રદેશમાં 10 માર્ચથી લઈને 15 મે સુધી ભાજપાને સપા અને બસપાથી અનેકગણુ વધુ સર્ચ કરવામાં આવ્યુ. આ દરમિયાન ગૂગલ ટ્રેડ્સ પર ભાજપાને એવરેજ પોઈંટ 29 સપાના 7 અને બસપાના 5 રહ્યા. 
 
આ જ રીતે ગૂગલ પર મોદીની સર્ચિગ માયાવતી અને અખિલેશથી વધુ રહી. ગૂગલ ટ્રેડ્સ મુજબ ઉત્તર પ્રદેશમાં મોદીના એવરેજ પોઈંટ 64, અખિલેશ યાદવના 13 અને માયાવતેના 10 રહ્યા. જો કે આ દરમિયાન મોદીની સર્ચિગ ઘટતી વધતી રહી પણ ત્યારબાદ પણ તેમને અખિલેશ અને માયાવતીથી વધુ સર્ચ કરવામાં આવ્યા. 
 
ચૂંટણી પ્રચારમાં આ વખતે ત્રણ મહિલાઓ છવાયેલી રહી.  પ્રિયંકા ગાંધી, મમતા બેનર્જી અને માયાવતી છવાયેલી રહી. ત્રણેય ખૂબ ભાજપા અને મોદીનો વિરોધ કર્યો. તેમા ગૂગલ પર સૌથી આગળ માયાવતી રહી.  ગૂગલ ટ્રેંડ્સ મુજબ 10 માર્ચથી લઈને 15 મે સુધી આ 66 દિવસમાં ગૂગલ પર માયાવતીના એવરેજ પોઈંટ સૌથી વધુ 41 રહ્યા. જ યારબાદ પ્રિયંકા ગાંધીના 29 અને મમતા બેનર્જીના 21 પોઈંટ રહ્યા.