ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated :નવી દિલ્હીઃ , રવિવાર, 10 માર્ચ 2019 (18:23 IST)

લોકસભા 2019ની ચૂટણીની તારીખોની થઈ જાહેરાત, 7 તબક્કામાં યોજાશે મતદાન, 23 મેના રોજ પરિણામ

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
- મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ તારીખ જાહેર કરતાં જણાવ્યું હતું, બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ અમે ધ્યાનમાં લીધો છે. આ વખતે 90 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 1.5 કરોડ મતદાર પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. 
- ગુજરાતમાં યોજાશે એક જ તબક્કામાં ચૂંટણી
-  23 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે : ચૂંટણી પંચ
- 7મા તબક્કાની 19 મે ના રોજ યોજાશે ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
- 12 મે છઠ્ઠા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
-  પાંચમાં 6 મે એ યોજાશે ચૂંટણી : ચૂંટણી પંચ
- 29 એપ્રિલે ચોથા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
- 11 એપ્રિલથી પહેલા તબક્કાની લોકસભાની ચૂંટણી : ચૂંટણી પંચ
- 2019ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
- આચાર સંહિતના ભંગ માટે વેબ પોર્ટલ પણ ઉભુ કરવામાં આવશે : ચૂંટણી પંચ
-ચૂંટણી બૂથ પર દિવ્યાંગ મતદાતાઓ માટે વ્હિલચેરની વ્યવસ્થા : સુનિલ અરોરા
- ટ્વિટર, ફેસબુક અને ગુગલે પણ બાંહેધરી આપી.
- સોશિયલ મીડિયા પર પણ આચાર સહિંતા આજથી જ લાગુ : ચૂંટણી પંચ
- સોશિયલ મીડિયા પર દરેક જાહેરાત માટે અગાઉથી પ્રમાણપત્ર લેવાનું રહેશે
-વોટર આઈડી સ્લેપ પાંચ દિવસ પહેલા જ આપવામાં આવશે 
-  EVM અને VVPTનું જીપીએસ મારફતે ધ્યાન રાખવામાં આવશે.
- તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ તૈનાત કરવામાં આવશે : ચૂંટણી પંચ
-ચૂંટણી પંચ એન્ડ્રોઈડ એપ બહાર પાડશે.
-દેશમાં 10 લાખ ચૂંટણી મથકો ઉભા કરવામાં આવ્યા : પંચ
- 26 માર્ચ સુધીમાં તમામ ઉમેદવારોએ પોતાનું સોગંધનામું દાખલ કરવાનું રહેશે : ચૂંટણી પંચ
-પર્યાવરણને નુંકશાન થાય તેવા કોઈ પણ મટિરિયલનો ઉપયોગ નહીં થાય : ચૂંટણી પંચ
- ઉમેદવારો સોગંધનામું નહીં કરે તો ફોર્મ કેન્સલ કરવામાં આવશે.
- આજથી આચાર સંહિતા લાગુ, આચાર સંહિતા ભંગ બદલ પગલા લેવામાં આવશે.
- એસએમએસથી મતદાર પોતાના નામની જાહેર થશે.
- દરેક મતદાન મથક પર VVPT મસીનનો ઉપયોગ પણ થશે.
- દરેક મતદાન મથક પર VVPT મસીનનો ઉપયોગ પણ થશે
-  પહેલીવાર EVM મસીનમાં ઉમેદવારનો ફોટો પણ રહેશે
- 1590 નંબર પર મતદાર યાદીમાં નામની ખાતરી કરી શકાશે.
-  મતદાન માટે 11 પ્રકારના પુરાવાઓ માન્ય ગણાશે.
- ફોટો વોટર સ્લીપ પુરાવા તરીકે નહીં ગણાય.
- ચૂંટણીમાં NOTAનો ઉપયોગ થશે.
- એક કરોડ 60 લાખ નોકરિયાત વર્ગના મતદાતાઓ
- આ વખતે 84.3 લાખ મતદાતાઓ નવા ઉમેરાયા.
-  18 થી 19 વર્ષના દોઠ કરોડ મતદાતાઓ.
- આ ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે : અરોરા
- પરીક્ષાઓ, તહેવારો અને પાકની કાપણીની મોસમને ધ્યાનમાં રાખીને તારીખ નક્કી કરવાનો નિર્ણય કરાયો : સુનીલ અરોરા
- જાન્યુઆરીમાં સુરક્ષાને લઈને ચર્ચાઓ પણ થઈ.
- લોકસભાની ચૂંટણીઓને લઈને રેલવે વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી.
- રાજકીય પક્ષો સાથે પણ અમે ચર્ચા કરી.
- રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
- અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માંગીએ છીએ.
- 17મી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થોડી જ વારમાં. 
-  ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાની પ્રેસ કોન્ફરન્સ શરૂ. 
- ચૂંટણી કમિશ્નર વિજ્ઞાન ભવન પહોંચ્યા.
- વિજ્ઞાન ભવન પર સુરક્ષા વ્યવસ્થા સઘન