સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2019 (18:37 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આચારસંહિતાના ભંગની અર્જુન મોઢવાડિયાની ફરિયાદ

નરેન્દ્ર મોદી સામે અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સામે આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણીપંચે નોટિસ કાઢી છે તો બીજી બાજુ ખુદ મોઢવાડિયાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણીપંચને લેખિતમાં ફરિયાદ આપી છે. જેમાં તેઓએ લખ્યું છે કે મહારાષ્ટ્રના લાતુરમાં 9મી એપ્રિલે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્ય અને જવાનોના નામે મત માગ્યા હતા. આથી તેની સામે ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. મોઢવાડિયાએ નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને એક પાનાની આ ફરિયાદ મોકલી છે. જેમાં તેઓએ અંગ્રેજી અને હિન્દીમાં ડ્રાફ્ટિંગ કર્યું છે અને મોદી વાસ્તવમાં શું બોલ્યા હતા. તે વાક્યો પણ લખ્યા છે. ઉપરાંત આ ફરિયાદની સાથે મોઢવાડિયાએ વડાપ્રધાન મોદીના ભાષણની વીડિયો સ્પીચ પણ મોકલી છે.