ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ દ્વારા મતદારોને ધમકી આપવાની ફરિયાદને મુદ્દે ચૂંટણી કમિશનરનો આજે નિર્ણય

Last Modified ગુરુવાર, 11 એપ્રિલ 2019 (15:31 IST)
'કમળને વોટ ન આપ્યો તો ત્ત્બધાંને ઠેકાણે પાડી દઈશ.' એવી વડોદરાના વિધાન સભ્ય મધુ શ્રીવાસ્તવે મતદાતાઓને આપેલી ધમકીના વિડીયો અંગે વડોદરાના કલેક્ટરનો તપાસ અહેવાલ મળ્યા પછી આવતીકાલે તેની સામે શાં પગલાં લેવામાં આવશે તે અંગે નિર્ણય લેવામાં આવશે એમ ગુજરાતની મુખ્ય ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને આજે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વિડિયો વાયરલ થયો અને અમારા હાથમાં આવ્યો ત્યારબાદ તરત જ અમે તે અંગે તપાસ કરવાની સૂચના વડોદરાના કલેક્ટરને આપી દીધી હતી. અત્યાર સુધી તેમની તપાસનો અહેવાલ આવ્યો નથી. આ અહેવાલ આવતીકાલે તેમને મળી જશે તે પછી તેમની સામે પગલાં લેવામાં આવશે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ભાજપના કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો તે પ્રસંગે બોલતા મધુ શ્રીવાસ્તવે આ પ્રકારની ધમકી આપી હતી. આ વિસ્તારમાં ગેરકાયદે વસેલા લોકોને કાયદાકીય પ્રક્રિયાથી ઉપરવટ જઈને તેમને પાણી, વીજળીના જોડાણો અપાવવામાં આવ્યા છે. આ સંજોગોમાં તેઓ જો કમળના નિશાન પર થપ્પો નહિ મારે તો તેમને ઠેકાણે પાડી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ પણ વાંચો :