શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2019 (14:58 IST)

આજથી મોદી બે દિવસ ગુજરાતમાં, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. બુધવારે રાત્રે પ્રદેશના નેતાઓ સાથે રાજ્યની 26 લોકસભા મતક્ષેત્રો સ્થિતિ પણ કરશે તેમ મનાય છે. ગત સપ્તાહે જુનાગઢ અને સોનગઢથી નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. બીજા તબક્કામાં તેઓ બુધવારની બપોરે 1 કલાકે સાબરાકાંઠા લોકસભામાં હિંમતનગર શહેરથી ભાજપનો પ્રચાર અભિયાન શરૃ કરશે. બાદમાં 3-30 કલાકે સુરેન્દ્રનગર લોકસભા માટે સુરેન્દ્રનગર શહેર અને ત્યાંથી આણંદ લોકસભાના વલ્લભ વિદ્યાનગરમાં સાંજે પાંચ કલાકે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનો સંબોધશે.વડાપ્રધાન મોદી બુધવારની રાત્રે ગાંધીનગરમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ભાજપના પ્રદેશ નેતાઓ, પ્રભારી સાથે બેઠક યોજીને સમીક્ષા કરશે તેમ મનાય છે. તેના માટે પ્રદેશના નેતાઓએ પ્રત્યેક બેઠકોમાંથી ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટ એકત્રિત કરવાનું શરૃ કર્યુ છે. ગુરૃવારે સવારે વડાપ્રધાન મોદી અમરેલીમાં ભાજપની ચૂંટણી સભા સંબોધશે. બુધવારે વડાપ્રધાન મોદી ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અમદાવાદ શહેરમાં મહિલા સંમેલન અને જામનગરમાં પ્રબૃધ્ધ નાગરીક સંમેલનો સંબોધશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાટણ, જુનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ચૂંટણી સભાઓ યોજશે તેમ પ્રદેશ ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યુ છે.