બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (12:26 IST)

ગુજરાત ચૂંટણીઃ સોરાષ્ટ્રની સ્થિતિ મતદાન બાદ શું કહે છે

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાયેલુ મતદાન આખરે પુરુ થયું હવે બધાની નજર એક મહિના બાદ આવનારા પરિણામ પર છે. કારણ કે આ વખતે પણ મતદાનમાં ખાસ કંઈ રેકોર્ડ જોવા નથી મળ્યો કારણ કે ગઈ વખત કરતાં આ વખતે માત્ર એક ટકા જેટલું જ વધુ મતદાન થયું છે. ત્યારે હવે સટ્ટા બજાર અને સર્વે એજન્સીઓ પણ આ મતદાનને લઈને બંને મુખ્ય પક્ષો કેટલી બેઠકો જીતશે એની પર મીટ માંડીને બેઠા છે. હવે ગુજરાતમાં ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી સમયથી જ માઠા સમાચાર રહ્યાં છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં મતદાન બાદ ભાજપની સ્થિતિ થઈ છે તેની ઉપર એક નજર કરીએ તો જસદણમાં વર્ષો સુધી કોંગ્રેસનો સાથ નિભાવનારા કુંવરજી બાવળીયાએ અચાનક ભાજપનો ખેસ પહેરી લઈ સીધા મંત્રીપદ સુધી પહોંચી ગયા. લોકસભાના મતદાન પૂર્ણ થતા જ જસદણ પંથક મતોની બાબતમાં સૌથી ઓછા મતો ધરાવતું વિધાનસભા ક્ષેત્ર બનીને રહી ગયું. 2014ની ચૂંટણી કરતા મતદારોમાં 6700નું ગાબડું સૂચક બની રહ્યુ છે. બીજી તરફ લલિત કગથરા જ્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યાં ગત ચૂંટણી કરતા 30000 કરતા વધુ મતો પડ્યા છે.  તેમના જ વિસ્તાર જસદણ વિધાનસભામાં ચૂંટણી સાવ નીરસ રહી હતી. ગત વર્ષની સરખામણીએ ટકાવારી તો ઘટી જ છે સાથે ગત વર્ષ કરતા 6781 મતદારોએ પણ બૂથ સુધી આવવાનું ટાળ્યુ છે.  માણાવદર પેટા ચૂંટણીમાં 62.87 ટકા મતદાન થયું છે. જે 2017ની ચૂંટણીમાં થયેલા મતદાન કરતા 2.39 ટકા મતદાન ઓછું છે. આ બેઠક પરથી ભાજપનાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માણાવદર બેઠક પરથી કોંગી ઉમેદવાર જવાહર ચાવડાનો વિજય થયો હતો. લોકસભાની ચૂંટણી પહેલા જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા અને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.દ્વારકા જિલ્લાના નાના મોટા 26 ટાપુ પૈકીના એકમાત્ર અજાડ ટાપુ પર માનવ વસવાટવાળો છે.અજાડ ટાપુ પર 89 લોકો વસે છે. જેમાં 44 જેટલા મતદારો આવેલા છે. ટાપુ પરના તમામ મતદારો લોકશાહીના મહાપર્વમાં પોતાનો મત આપી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા ટાપુ પર ખાસ મતદાનમથકની વ્યવસ્થા કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચને 50 હજારનો ખર્ચે થયો છે. જ્યારે 29 મતદારોએ મતદાન કરતા 65.91 ટકા મતદાન થયું હતું. ટાપુ પરના મતદારો માટે ચૂંટણીપંચને એક મત રૂ.1724 કિંમતમાં પડ્યો હતો.