શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By

લોકસભા ચૂંટણી - ગુજરાતમાં BJP માટે ફરીથી 26નો દાવ સહેલો નહી

લોકસભાના ત્રીજા ચરણના ચૂંટણીમાં ભાજપા માટે ગુજરાત સૌથી મહત્વનુ છે. તેના અનેક કારણ છે. એક તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહનુ ગૃહ રાજ્ય છે.  બીજુ અગાઉની ચૂંટણીમાં રાજ્યની બધી 26 સીટો ભાજપાએ જીતી હતી. પણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપાને જોરદાર ટક્કર આપી હતી. આવામાં ભાજપા માટે આ વખતે રાજ્યની બધી લોકસભા સીટોને બચાવવી સહેલી નહી રહે. 
 
2014માં લોકસભા ચૂંટણીમાં હિન્દી રાજ્યોમાં ભાજપાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ફક્ત ગૈર હિન્દી રાજ્ય ગુજરાત હતુ. જ્યા ભાજપાએ બધી 26 સીટો જીતી હતી. ત્યારે એવુ માનવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીત્વ કાળની ઉપલબ્ધિઓ અને તેમને પ્રધાનમંત્રી બનાવવા માટે લોકોએ એક થઈને ભાજપાને જીતાડી પરિનામ એ આવ્યુ કે 2009માં ગુજરાતની 11 સીટો જીતનારી કોંગેસ અગાઉના ચૂંટણીમાં અહીથી એક પણ સીટ નહી જીતી શકી. ભાજપાએ રેકોર્ડ 59 ટકા વોટ હાસિલ કર્યા.  જ્યારે કે કોંગેસ 33 ટકા ટકા મતો સુધી સીમિત રહી ગઈ. 
 
પાંચ વર્ષમાં અનેક ફેરફાર થયા 
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં અનેક રાજનીતિક ઘટનાઓ થઈ છે. જે આ વખતે ચૂંટણી પર અસર નાખી શકે છે.  સૌથી મોટો ઘટનાક્રમ અનામત માટે પટેલ સમુહનુ આંદોલન રહ્યુ છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં 2015માં મોટુ આંદોલન થયુ. હાર્દિક હવે કોંગ્રેસમાં છે અને ભાજપાને હરાવવામાં લાગ્યો છે. રાજ્યમાં લગભગ 21 ટકા પટેલ મતદાતા છે. જેમણે અગાઉની ચૂંટણીમાં ભાજપાનો સાથ આપ્યો હતો. એવુ કહેવાય રહ્યુ છે કે આ વખતે પટેલ સમુહના વોટ ભાજપા અને કોંગ્રેસમાં વહેંચાઈ શકે છે. 
 
વિધાનસભા ચૂંટણીની અસર 
 
ગુજરાતમાં ડિસેમ્બર 2017માં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આ ચૂંટણી પર અસર નાખી શકે  છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો દ્વારા જાણ થાય છે કે રાજ્યમાં કોંગ્રેસ મજબૂત થઈ છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 33 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કે વિધાનસભા ચૂંટણીમાં આ ટકા વધીને 41 ટકા થયા છે. એટલે કે આઠ ટકા વધારો થયો. જ્યારે કે ભાજપાની મત ટકાવારી ઘટીને 49 ટકા રહી ગઈ. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની 20 સીટો વધી. જ્યારે કે ભાજપાની 16 સીટો ઓછી થઈ ગઈ.  રાજનીતિક વિશેષજ્ઞો મુજબ જો વિધાનસભા ચૂંટણીને પૈરામીટર માનવામાં આવે તો આ વખતે ભાજપાને લગભગ નવ સીટનુ નુકશાન થઈ શકે છે. 
જીએસટી અને પટેલ અનામત મહત્વના મુદ્દા 
 
રાજ્યના મુખ્ય ચૂંટણી મુદ્દામાં આ વખતે જીએસટી પટેલ અનામત, નોટબંધી અને ખેડૂતોની સમસ્યઓ છે. સૌથી મોટા પટેલ સમુહ વચ્ચે આ બધા મુદ્દા હાવી છે. કારણ કે પટેલ ખેડૂત પણ છે, વેપારી પણ છે અને અનામતની માંગ સાથે પણ જોડાયા છે. 
 
ભાજપાનો મજબૂત પક્ષ 
 
ભાજપા ગુજરાતના ગૌરવના મુદ્દાને આ ચૂંટણીમાં લાભ લેવાનુ વિચારી રહી છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ અહી થી ચૂંટણી લડી રહ્યા છે. મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવ માટે ગુજરાતની જનતાને અપીલ કરવામાં આવી રહી છે.  ભાજપાનુ તર્ક છેકે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો કેન્દ્રમાં દસ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી. જેને રાજ્યનો વિકાસ ન થવા દીધો. જ્યારે કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે રાજ્ય માટે ઘણુ બધુ કર્યુ છે અને આગળ પણ કરશે.