રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 16 એપ્રિલ 2024 (14:41 IST)

ભાવનગરમાં ભાજપની સભામાં ક્ષત્રિય યુવાનોનો હોબાળો

Kshatriya youth in BJP meeting in Bhavnagar
Kshatriya youth in BJP meeting in Bhavnagar


ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું. ક્ષત્રિય યુવાનોએ સભામાં અચાનક આવી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આ સભામાં તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યું હતું.ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં હોબાળો થયો હતો. સભા ચાલુ હતી તે દરમિયાન જ ક્ષત્રિય યુવાનો આવી પહોંચ્યા હતા અને કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ભારે ભાગદોડ મચી હતી. પોલીસે તાત્કાલીક વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી હતી. બીજી તરફ હોબાળા વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન ભાંભણીયાએ ફોર્મ ભર્યું હતું.