ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 16 એપ્રિલ 2024 (16:04 IST)

પૈસા કોઈના પણ હોય, પરસેવો મારા દેશનો હોવો જોઈએ, લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ANI ને આપ્યો ઈંટરવ્યુ

modi interview
modi interview
 PM Modi Interview: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડી-સીબીઆઈની કાર્યવાહીને લઈને ઈલેક્ટોરલ બોન્ડ પર બિંદાસ જવાબ આપ્યો છે. એએનઆઈને આપેલા ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ કે મારે પાસે મોટી યોજનાઓ છે. મારા નિર્ણયો કોઈને ડરાવવા કે દબાવવા માટે નથી. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, "એક રાષ્ટ્ર એક ચૂંટણી એ અમારી પ્રતિબદ્ધતા છે... ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે. ખૂબ જ સકારાત્મક અને નવીન સૂચનો આવ્યા છે. જો આપણે આ અહેવાલને અમલમાં મુકવામાં સક્ષમ થઈશું તો દેશને ઘણો ફાયદો થશે. " રામ મંદિરના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મુદ્દે કોણે રાજનીતિ કરી?...વોટ બેંકની રાજનીતિને મજબૂત કરવા માટે આ મુદ્દાને હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો અને વારેઘડીએ તેને ભડકાવવામાં આવ્યો. જ્યારે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે કોશિશ કરવામાં આવી કે નિર્ણય ન આવે. તેમને માટે આ એક રાજનીતિક હથિયાર હતુ.  હવે રામ મંદિર બની ગયુ તો તેમના હાથમાંથી આ મુદ્દો જ જતો રહ્યો છે. 
 
વિપક્ષને આપ્યો કરારો જવાબ 
જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાથે વિપક્ષના એ આરોપ અંગે ચર્ચા કરવામાં આવી કે એજંસીઓ સરકારના  નિયંત્રણમાં છે અને જ્યારે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો તો તેમણે કહ્યુ
 
વાસ્તવમાં તેઓ પોતાની હારનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી હારનો દોષ સીધો તેમના માથે ન નાખવામાં આવે.
 
એલોન મસ્કની યોજના પર PM મોદીએ શું કહ્યું?
જ્યારે પીએમ નરેન્દ્ર મોદીને એલોન મસ્કના ભારતીય બજારમાં પ્રવેશ અને રોજગાર સર્જન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પૈસા કોઈના પણ હોય, પરસેવો મારા દેશનો હોવો જોઈએ.
 
પીએમ મોદી કહ્યુ એલન મસ્કનુ મોદી સમર્થક હોવુ એક વાત છે. હકીકતમાં તેઓ ભારતના સમર્થક છે... હુ ભારતમાં રોકાણ કરવા માંગુ છુ. પૈસા કોઈનો પણ લાગ્યા હોય, પરસેવો મારા દેશનો લાગવો જોઈએ. તેની અંદર સુગંઘ મારી દેશની માટીની હોવી જોઈએ. જેથી મારા દેશના નવયુવકોને રોજગાર મળે. 
 
ઈડી, સીબીઆઈ ઈસી વગેરે એજંસીઓ પર જ્યારે પૂછવામા આવ્યો આ સવાલ 
પીએમ નરેન્દ્ર મોદીને જ્યારે સમાન અવસર ની કમી અને ઈડી, સીબીઆઈ, ઈસી વગેરે એજંસીઓ પર કથિત પ્રભાવ વિશે પૂછવામાં આવ્યુ.   
 
પીએમ મોદીએ કહ્યું કે આનો એક પણ કાયદો (ED, CBI કેસ દાખલ કરવા) મારી સરકાર લાવી નથી. ઉલટું મારી સરકાર દ્વારા ચૂંટણી પંચમાં સુધારા લાવવામાં આવ્યા હતા. અગાઉ, કોંગ્રેસની સરકારોમાં, 'પરિવાર'ના નજીકના લોકોને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા, જેમને પાછળથી રાજ્યસભાની બેઠકો અને મંત્રાલયો મળ્યા હતા... અમે (ભાજપ) તે સ્તર પર રમી શકતા નથી.
 
એક રાષ્ટ્ર એક ચૂંટણી પર પીએમ એ એએનઆઈને કહ્યુ કે એક રાષ્ટ્ર એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. દેશમાં અનેક લોકો અમારી સાથે આવ્યા છે. અનેક લોકોએ સમિતિને પોતાના સૂચનો આપ્યા છે.  ઘણા સકારાત્મક અને નવીન સૂચનો આવ્યા છે. જો આપણે આ અહેવાલને અમલમાં મુકી શકીશું તો દેશને ઘણો ફાયદો થશે.
 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર PM મોદીએ શું કહ્યુ 
પીએમ મોદીએ કહ્યું, દુર્ભાગ્યવશ, આજકાલ આપણે જોઈએ છીએ કે એક શબ્દ પ્રત્યે કોઈ પ્રતિબદ્ધતા અને જવાબદારી નથી. તમે કેટલાક નેતાના વાયરલ થતા જૂના વીડિયો જોયા જ હશે, જેમાં તેમના તમામ મંતવ્યો વિરોધાભાસી છે. જ્યાર લોકો એ જુએ છે તો તેમને લાગે છે કે આ નેતા જનતાની આંખોમાં ધૂળ નાખવાની કોશિશ કરી રહ્યો છે.  તાજેતરમાં મે એક રાજનેતાને એવુ કહેતા સાંભળ્યા, એક ઝટકામાં ગરીબી હટાવી દઈશ. જેમના 5-6  દસકા સુધી સત્તામાં રહેવાની તક મળી તેઓ જ્યારે આવુ કહે છે તો દેશ વિચારે છે આ માણસ શુ બોલી રહ્યો છે.   
 
2047ને તહેવારની જેમ ઉજવવો જોઈએ 
 
ઉલ્લેખનીય છે કે 2047માં દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે આવા સમયમાં દેશમાં એક પ્રેરણા જાગવી જોઈએ. આ પોતે ખૂબ જ પ્રેરણાદાયી છે. જ્યાં સુધી 2024નો સવાલ  છે, તો આ એક  મહાપર્વછે અને તેને તહેવાર તરીકે ઉજવવો જોઈએ. 
 
ચુટણી બોંડને લઈને વિપક્ષ ખોટુ બોલી રહ્યો  છે 
 
વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર ચૂંટણી બોન્ડ યોજના પર 'ખોટુ બોલવાનો' આરોપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી બોન્ડ યોજનાનો હેતુ ચૂંટણીમાં કાળા નાણાને કાબૂમાં લેવાનો હતો અને કહ્યું કે વિપક્ષ આરોપો લગાવીને ભાગવા માંગે છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ દાન આપનારી 16 કંપનીઓમાંથી માત્ર 37 ટકા રકમ ભાજપને અને 63 ટકા ભાજપ વિરોધી વિરોધ પક્ષોને ગઈ. વડાપ્રધાને કહ્યું કે ચૂંટણીમાં દેશને 'કાળા નાણા' તરફ ધકેલવામાં આવ્યો છે અને દરેકને તેનો અફસોસ થશે.