બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: બનાસકાંઠાઃ , શનિવાર, 4 મે 2024 (14:12 IST)

Loksabha News 2024 - બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીના પ્રહારઃ 55 વર્ષમાં કોંગ્રેસની સરકારે કોની ભેંસ ચોરી કરી?

priynaka gandhi
priynaka gandhi

ગુજરાતમાં આવતીકાલથી પ્રચાર પડધમ શાંત થશે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધુંવાધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સભા સંબોધી રહ્યાં છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે પ્રિયંકા ગાંધીએ લાખણીમાં સભા સંબોધી હતી. લાખણી ખાતે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. બીજી તરફ બોડેલીમાં પણ અમિત શાહની સભામાં હજારો લોકો ઉમટ્યાં છે. 
 
રાજપૂત સમાજની મહિલાઓને કેવું અપમાન થયું
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ મા અંબાની જય બોલાવીને કહ્યું હતું કે,તેઓ મારા ભાઈને શહેજાદા કહે છે. હુ તેઓને કહેવા માગું છું કે, આ જ શહજાદાએ 4 હજાર કિલોમીટર સુધી પદયાત્રા કરી છે, કન્યાકુમારીથી કાશ્મિર સુધી લોકોની સમસ્યાઓને સાંભળવા માટે પદયાત્રા કરી છે. એક બાજુ તમારા શહેનશાહ નરેન્દ્ર મોદીજી. જેઓ મહેલોમાં રહે છે. તેનો ચહેરો જોયો છે એક ડાગ નથી ચહેરા પર. તેઓ કેમ સમજી શકશે તમારી સમસ્યાઓને. આજે તમામ જગ્યાએ મોંઘવારી છે. ખેતીના તમામ સામાન પર જીએસટી છે. તહેવારોમાં ખરીદી કરવી હોય, કોઈ બિમાર પડે ત્યારે તમારા શું હાલ થાય છે તે મોદીજી નહીં સમજી શકે.અહિં રાજપૂત સમાજની મહિલાઓને કેવું અપમાન થયું છે, પણ મોદીજીએ શું તેને હટાવ્યાં? તમારી માંગ ખાલી તે ઉમેદવારને હટાવવાની હતી પણ તેને ન હટાવ્યા. 
 
મોદીજી ગુજરાત છોડી વારાણસીથી જ કેમ લડે છે ચૂંટણી?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું વચન આપું છું કે જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ. જ્યા જ્યા મહિલાઓનું અપમાન થયું છે, ત્યા ત્યા મોદી સરકારે જેઓએ મહિલાઓનું અપમાન કર્યું છે અત્યાચાર કર્યા છે તેઓનો સાથ આપ્યો છે. ઓલિમ્પિકમાં મહિલાઓ મેડલ લઈને આવી ત્યારે મોદીજીએ તેઓની સાથે ફોટા પાડ્યાં પણ જ્યારે તે મહિલાઓ સાથે અત્યાચાર થયા હતા અને તેઓ રોડ પર ઉતરી હતી ત્યારે મોદીજીએ તેઓની મદદ કરી ન હતી.આ છે મોદી સરકારની હકીકીત. મોદીજી ગુજરાત છોડી વારાણસીથી જ કેમ લડે છે ચૂંટણી? ગુજરાતમાં કેમ ચૂંટણી નથી લડતા. તમારા સમર્થનથી જ તેઓને સન્માન મળ્યું તેઓ વડાપ્રધાન બન્યા હતા. પણ હવે તેઓ તમને ભુલી ગયા છે.અમૂલ, બનાસડેરી આ કોંગ્રેસના જમાનામાં શરૂ થઈ છે, અને આજે ભાજપના નેતા આના પર કબજો જમાવવાની કોશીષ કરે છે. 
 
આજના યુવાઓને નોકરીઓ નથી મળતી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાવનગરમાં તેઓના નેતાઓએ ગૌચરની જમીન પર કબજો જમાવ્યો છે. આ તમારી જમીન છે. તેઓના નેતાઓને કોઈ રોકી નથી રહ્યા. જ્યા જ્યા જે મળે છે તે લઈ રહ્યા છે. તમે તમારા બાળકને ફી ભરીને ભણાવો છો, જે બાદ તેઓ નોકરી માટે પરીક્ષા આપવા જાય છે ત્યારે પેપર ફુટી જાય છે, એક બાદ એક પેપર લીંક થઈ રહ્યા છે, યુવાઓને નોકરીઓ નથી મળતી. 10 વર્ષમાં 14થી વધુ પેપર લીક થયા છે. રોજગાર સરકાર આપતી નથી. કેન્દ્ર સરકારમાં 30 લાખ પદ ખાલી છે, પણ તે પદને ભરવામાં નથી આવતા. આજે ખેડૂતને જ કમાણી નથી થતી તો તેઓ મજૂરોને નથી રાખી શકતા એટલે ખેતીમાંથી પણ રોજગારી ઘટી રહી છે નોટબંધી લગાવવામાં આવી જેનાથી નાના ઉદ્યોગોને ખુબ તકલીફ પડી જે બાદ જીએસટી લગાવવામાં આવ્યું જેથી રોજગારી સાવ ઘટી ગઈ. આજે આપણા દેશમાં 70 કરોડ લોકો બેરોજગાર છે.
 
શું ક્યારેય અમે કોઈની ભેંસની ચોરી કરી હતી
હમણા તેઓ ગુજરાતમાં આવ્યા હતા, ચૂંટણી ભારતમાં છે અને તેઓ વાત કરી રહ્યા છે પાકિસ્તાનની. તમને કહેવામાં આવી રહ્યું છે કે, સાવધાન રહો કોંગ્રેસ એક એક્સરેની મશીન લઈ આવી રહી છે, આ મશીનથી તમારા ઘરમાંથી મંગલસૂત્ર લઈ લેશે, તમારૂ સોનું લઈ લેશે. વડાપ્રધાન થઈને આવી વાતુ કરી રહ્યા છે. પહેલા ખોટુ જ બોલતા હતા અને હવે તો અજીબઅજીબ વાતો કરી રહ્યા છે કે, તમારી બે ભેંસો છે તો એક ભેંસ કોંગ્રેસ ચોરી લેશે. 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી આ દેશમાં તમે બતાવો શું ક્યારેય અમે કોઈની ભેંસની ચોરી કરી હતી, કોઈના દાગીનાની ચોરી કરી હતી શું.