ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2024 (10:02 IST)

Rahul Gandhi કહ્યું- તમારો મત નક્કી કરશે કે આગામી સરકાર થોડા અબજપતિઓની હશે કે 140 કરોડ ભારતીયોની.

Rahul Gandhi
Rahul Gandhi લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન: 'તમારો મત નક્કી કરશે કે આગામી સરકાર થોડા અબજોપતિઓની હશે કે 140 કરોડ ભારતીયોની...' કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું આ કહેવું છે. જેમણે લોકોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમજ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
 
રાહુલ ગાંધીએ પોતાની X પોસ્ટમાં લખ્યું- મારા પ્રિય દેશવાસીઓ! આજે આ ઐતિહાસિક ચૂંટણીનો બીજો તબક્કો છે જે દેશનું ભાવિ નક્કી કરશે કે આગામી સરકાર 'કેટલાક અબજોપતિ'ની હશે કે '140 કરોડ ભારતીયો'ની. આથી દરેક નાગરિકની ફરજ છે કે આજે ઘરની બહાર આવીને 'બંધારણના સૈનિક' બનીને લોકશાહીની રક્ષા માટે મતદાન કરે. #Vote4INDIA