1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2024
Written By
Last Updated : મંગળવાર, 4 જૂન 2024 (12:09 IST)

Gujarat Lokabha Election Result 2024 Live Updates -પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવાર 2 લાખ કરતા વધુ મતથી આગળ

gujarat live
gujarat live

 
Gujarat Lokabha Election/Chutani Result 2024 Live Updates - લોકસભા 
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે.
 
1.91 કરોડ લોકો મતદાનથી દૂર રહ્યા
રાજ્યમાં કૂલ 2 કરોડ 46 લાખ 61 હજાર 945 પુરુષ અને 2 કરોડ 33 લાખ 19 હજાર 45 સ્ત્રી અને 1456 થર્ડ જેન્ડર મતદારો છે. આમ કૂલ 4 કરોડ 79 લાખ 82 હજાર 446 મતદારો છે. જેમાંથી કૂલ 60.13 ટકા એટલે કે, 2 કરોડ 88 લાખ 54 હજાર 130 મતદારોએ મતદાન કર્યું હતું.આમ 1 કરોડ 91 લાખ 28 હજાર 316 મતદારો મતદાનથી અળગા રહ્યા હતા.
 
4 જૂન, 2024ની સવારે આઠ વાગ્યે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 02 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVMના મતોની ગણતરી શરુ કરાશે.

- બનાસકાંઠાથી કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર જતા પહેલા ગેનીબેન પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતા. ગેનીબેને જણાવ્યું હતું કે, દેશમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે. તેમજ ભાજપની જેમ 5 લાખની લીડનાં દાવા નથી કરતા પણ બનાસકાંઠાની જનતા અમારી છે.
 
- ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ જવા પામી છે.  અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ગુજરાત કોલેજ ખાતે મતગણતરી શરૂ થશે.  અમદાવાદ પશ્ચિમ બેઠક પર કુલ 55.45 ટકા મતદાન થયું હતું. અમદાવાદ પશ્ચિમ બેઠક પર કુલ 17.10 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. 1517 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. આજે ઈવીએમને મતગણતરી કેન્દ્ર ખાતે લવાશે.
 

12:07 PM, 4th Jun
- અમિત શાહે 5 લાખની લીડ વટાવી
નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ, છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા,અને પંચમહાલના ભાજપના રાજપાલસિંહ જાદવે 3 લાખની લીડ વટાવી દીધી છે. જ્યારે અમિત શાહે 5 લાખની લીડ વટાવી દીધી છે.
 
- કોંગ્રેસના અમિત ચાવડા 32 હજાર મતથી પાછળ
આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ કોંગ્રેસના અમિત ચાવડાથી 32,089 મતોથી આગળ ચાલી રહ્યા છે.
 
- કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 7277 મતથી પાછળ
બનાસકાંઠા લોકસભાના પાંચ રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 191092 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 183815 મત મળ્યા છે. આમ કસોકસ ચાલતા આ જંગમાં ગેનીબેન ઠાકોર 7277 મતથી પાછળ ચાલી રહ્યા છે.
 

11:22 AM, 4th Jun
- બનાસકાંઠામાં કાંટાની ટક્કર, પાટણમાં કોંગ્રેસ આગળ
બીજી તરફ જામનગરમાં પણ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની સભાઓમાં ક્ષત્રિયોએ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે આજે સવારથી જ જામનગર બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. પરંતુ વલણો પસાર થતાં પૂનમબેન માડમ પણ જીત તરફ આગળ વધી રહ્યાં છે. તે ઉપરાંત રાજ્યની બનાસકાંઠા બેઠક પર હાલમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપના રેખાબેન અને કોંગ્રેસના ગેની બેન વચ્ચે વલણોમાં ઉતાર ચઢાવ દેખાયો છે. પાટણ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ વધી રહ્યાં છે. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો જબરદસ્ત વિરોધ થયો હતો પણ હાલમાં તેઓ 40 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. 
 
 
- પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવાર 2 લાખ કરતા વધુ મતથી આગળ
રાજ્યમાં 26માંથી પાંચ બેઠકો પર હાલમાં ભાજપના ઉમેદવાર 2 લાખ કરતા વધુ મતથી આગળ વધી રહ્યાં છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ખૂબ પાછળ ચાલી રહ્યાં છે. ચૈતર વસાવાની રેલીઓમાં ભારે ભીડ ભેગી થવાથી એવું લાગતું હતું કે, તેઓ મેદાન મારી જશે પણ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 70 હજાર કરતાં વધુ મતથી આગળ વધી રહ્યાં છે. તે ઉપરાંત વલસાડ બેઠક પર પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે જાહેર સભાઓ યોજી હતી. તેની કોઈ અસર જોવા મળી નથી. વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ દોઢ લાખ જેટલા મતથી આગળ ચાલી રહ્યાં છે.

11:21 AM, 4th Jun
- ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે.  હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.
 
- આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે.

- આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.

08:59 AM, 4th Jun
ગાંધીનગરના લોકસભા બેઠકના ઉમેદવાર સોનલ પટેલે હાર સ્વીકારી 
કોંગ્રેસે પ્રથમ હાર સ્વીકારી 
સોનલ પટેલે કહ્યુ બીજેપીનો 10 લાખનો ટાર્ગેટ પુરો થશે 
 
સોનલ પટેલ અનેક વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. વર્ષ 2022માં વિધાનસભ ચૂંટણી લડી ચુક્યા છે. તેમનુ કાર્યક્ષેત્ર નારણપુરા છે. સોનલ પટેલ હાલમાં રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રના સહપ્રભારી છે

- પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર 9009 મતથી આગળ
- મહેસાણામાં ભાજપના હરી પટેલ 8541 મતથી આગળ
- સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી 4109 મતથી આગળ
- ભરૂચ સીટ પરથી આપના ઉમેદવાર ચૈતર વસાવા પાછળ
- રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રુપાલા આગળ
- વડોદરા સીટ પરથી ભાજપના હેમાંગ જોષી આગળ
- વલસાડ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધવલ પટેલ આગળ
- પોરબંદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આગળ
- ભાવનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર નિમુ બાંભણિયા આગળ
- જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પાછળ
- બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાછળ
- ખેડાથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ  4071 મતથી આગળ
- દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર આગળ
- ગાંધીનગર બેઠક પર અમિત શાહ 1.30 લાખ મતથી આગળ
- બનાસકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખાબેન આગળ
- જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના હીરા જોટાવા આગળ 
- પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ આગળ
- નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ