ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2024 (11:02 IST)

માતા-પિતા ગોરા.. બાળક કાળુ કેમ ? તેનુ કારણ છે આ એક મેડિકલ કંડીશન

new born baby
new born baby
અવારનવાર આપણને વિચિત્ર ઘટનાઓ સાંભળવા મળે છે જે તમને ચોંકાવી દે છે.  આવી જ એક ઘટના સામે આવી છે. જેમા ચીનની 30 વર્ષની એક મહિલાએ અશ્વેત વ્યક્તિની જેવા દેખાનારા બ્લેક સ્કિનવાળા બાળકને જન્મ આપ્યો. જ્યારબાદ આ મામલો ખૂબ વિવાદમાં આવી ગયો. આવો જાણીએ આ વિશે વિસ્તારપૂર્વક 
 
બાળકને જોઈને પિતા શૉક 
ચીની મીડિયા એટલે કે ચાઈના ટાઈમ્સે જણાવ્યુ કે એક મહિલાએ તાજેતરમાં શંઘાઈની એક હોસ્પિટલમાં સિજેરિયન સેક્શન દ્વારા એક પુત્રને જન્મ આપ્યો. જો કે તેના પિતા પહેલીવાર પોતાના બાળકને જોયો તો તેઓ ખૂબ વિચારમાં પડી ગયા. તેમણે એવુ રિકેશન એ માટે આપ્યુ કારણ કે બાળકની ત્વચા એટલી કાળી હતી કે તેને એક એશિયનની જેમ જોવો મુશ્કેલ હતો.  એ એક બ્લેક પર્સન લાગી રહ્યો હતો.  
 
પિતાએ કહી મોટી વાત 
બાળકને જોયા બાદ પિતાએ અપીલ કરી કે આ ખૂબ અયોગ્ય છે. પણ મને નથી ખબર કે મારી સાથે શુ થયુ. તેમણે આગળ કહ્યુ કે હુ કોઈપણ બ્લેક મેનને નથી જાણતો. તેમણે આગળ કહ્યુ કે મારા પુત્રના જન્મ પછી તરત મારા ડાયવોર્સ થઈ ગયા. જ્યારે આ સ્ટોરી ચર્ચામાં આવી તો અનેક લોકોએ પેટર્નિટી ટેસ્ટ કરાવવાની સલાહ આપી. 
 
ડોક્ટરે શુ કહ્યુ ?
આ ઉપરાંત કેટલાક લોકોનુ કહેવુ છેકે નવજાત બાળકો સાથે આવુ થઈ શકે છે અને આ સમય સાથે માતા-પિતાની ત્વચાના રંગમાં પરત આવી જાય છે.  અનેક નવજાત બાળકોની ત્વચા ડાર્ક રંગની કે લાલ હોય છે. 
 
એક મેડિકલ ટીમે કહ્યુ કે નવજાત બાળકોમાં ત્વચાના પાતળા ટિશૂ અને ખરાબ બ્લડ સર્કુલેશનના ને કારણે આવુ થઈ શકે છે. આગળ તેમણે જણાવ્યુ કે જો કે ઘટ્ટ લાલ રંગની ત્વચા મોટેભાગે સમય સાથે સફેદ થાય છે. 
 
ઉલ્લેખનીય છે કે જન્મ સમયે, નવજાત બાળકની ત્વચા સામાન્ય રીતે ઘેરા લાલ અથવા જાંબલી રંગની હોય છે, અને હવા શ્વાસ લેતી વખતે તેનો રંગ બદલવો સામાન્ય છે. નવજાત શિશુનો પહેલો શ્વાસ લે તે પહેલા જ તેની ત્વચા કાળી થઈ જાય છે. ઇન્હેલેશન પછી, ચામડી સામાન્ય રીતે લાલ થઈ જાય છે અને લાલાશ પ્રથમ દિવસમાં અદૃશ્ય થઈ જાય છે. ડૉક્ટરોનું માનવું છે કે બાળકનો સાચો રંગ 3 થી 6 મહિનામાં દેખાઈ જાય છે.