Viral: મહિલાના કાનમા ઘુસી ગયો સાંપ, વીડિયો જોઈને લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા
આ વીડિયો ખરેખર હોશ ઉડાવનારો છે. જેને જોઈને દરેક કોઈના દિમાગમાં બસ એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે છે કે છેવટે આ ખતરનાક જીવ મહિલાના કાનમાં ઘુસ્યો કેવી રીતે ? અત્યાર સુધી આ રહસ્ય પરથી પડદો ઉઠ્યો નથી અને ન તો ખબર પડી છે કે આ વીડિયો ક્યારે અને ક્યા રેકોર્ડ કરવામાં આવ્યો છે. પણ ક્લિપ સોશિયલ મીડિયા પર જંગલમાં લાગેલી આગની જેમ જરૂર ફેલાય ગઈ છે. જેને જોઈને નેટીઝન્સના રૂંવાટા ઉભા થઈ ગયા છે.
સાપ કોઈના કાનમાં ઘૂસી જાય એ કોઈ નાની વાત નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક પુરુષ એક મહિલાના કાનમાંથી સાપ કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરતો જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોશો કે જેવો પુરુષ સાપને સાપથી પકડવાનો પ્રયાસ કરે છે, તે સ્ત્રી પીડાથી કણસવા લાગે છે અને સ્થાનિક ભાષામાં તેને કંઈક કહેવા લાગે છે. જાણે તે માણસને કહી રહી હોય - થોભો જુઓ, સાપ હલી રહ્યો છે. આ ખરેખર ડરામણું દ્રશ્ય છે.
વીડિયોમાં તમે જોશો કે તે માણસ નાના ટ્વીઝરથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલું જ નહીં, તે પ્રાણીને નુકસાન ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છે. તે જ સમયે, મહિલાના ચહેરા પર ભયાનકતા અને પીડાના હાવભાવ સ્પષ્ટપણે દેખાય છે, જે દર્શાવે છે કે આ પ્રક્રિયા કેટલી અસહ્ય હશે. જોકે, વેબદુનિયા આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
@therealtarzann નામના ઈસ્ટાગ્રામ એકાઉંટ પરથી આ આ વીડિયો શેર કરતા યુઝરે નેટિજન્સને પુછ્યુ કલ્પના કરો કે તમે સૂઈને ઉઠ્યા છો અને કાનની બહાર સાંપની પૂછડી લટકી રહી છે. તો આવામાં તમારુ આગળનુ પગલુ શુ હશે. પોસ્ટન એ ભલે દોઢ લાખ લોકોથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે પણ કમેંટ સેક્શમાં લોકો હેરાન થઈને પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, ક્લિપ જોયા પછી મારા હાર્ટના ધબકારા વધી ગયા. બીજા એક યુઝરે કહ્યું, મને એ વિચારીને નવાઈ લાગે છે કે સાપ ત્યાં કેવી રીતે પહોચી ગયો. બીજા એક યુઝરે ટિપ્પણી કરી, આટલું ભયાનક દ્રશ્ય પહેલાં ક્યારેય જોયું નથી.