Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા
Viral Video:સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઈ જાય તે કોઈ જાણી શકતુ નથી. ક્યારેક પ્રાણીઓના માસૂમ કાર્યો લોકોના દિલ જીતી લે છે અને ક્યારેક આ મૂંગા જીવ પોતાના મગજનો ઉપયોગ એવી રીતે કરતા જોવા મળે છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાગડો બિસ્કિટ ખાતા જોવા મળે છે, પરંતુ તેની ખાવાની રીતે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
કાગડાએ બુધ્ધિમાનીથી જીત્યુ યુઝર્સનુ દિલ
તમે બાળપણમાં 'તરસ્યો કાગડો' ની વાર્તા સાંભળી કે વાંચી હશે. એક કાગડો જે તરસ લાગે ત્યારે જગમાં કાંકરા નાખીને પાણી પીતો હતો, પરંતુ હવે જ્યારે દુનિયા આધુનિક બની ગઈ છે, તો કાગડાઓ કેમ પાછળ રહે? વાયરલ વીડિયોમાં એક કાગડો કદાચ એ જ વાત સાબિત કરતો હોય તેવું લાગે છે. આ વીડિયોમાં, કાગડો બિસ્કિટ ખાતા જોવા મળે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તે સીધા ખાવાને બદલે, માણસોની જેમ પાણીમાં પલાળીને ખાતા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં શું છે?
વાસ્તવમાં, આ વાયરલ વીડિયોમાં, એક કાગડો બાલ્કનીની રેલિંગ પર બેઠો જોવા મળ્યો હતો, જ્યાં એક માણસ તેને બિસ્કિટ ખાવા માટે આપી રહ્યો હતો. પરંતુ કાગડાની ચાલાકી જુઓ, તેણે વિચાર્યું કે બિસ્કિટને આ રીતે ખાવા કરતાં પાણીમાં પલાળી દેવાનું વધુ સારું છે. વ્યક્તિના હાથમાંથી બિસ્કિટ લીધા પછી, કાગડો આગળ વધે છે અને બિસ્કિટને એક નાના કાળા વાસણમાં મૂકે છે. પછી વીડિયોમાં કાગડો તેને વધુ આનંદથી ખાય છે.
લોકોને આવી રહ્યુ છે હસવુ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયોને 200,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આ વાયરલ વીડિયો પર જુદા જુદા કમેંટ્સ કરી રહ્યા છે. આ રમુજી વીડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. ઘણા યુઝર્સ તેના પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝર્સ કહે છે કે હવે ફરી જ્યારે બિસ્કીટ આપો તો કાગડા માટે ચા રાખવી જ જોઇએ. બીજો યુઝર્સ કહે છે કે બાળપણમાં તે પણ પાણી સાથે બિસ્કિટ ખાતો હતો.
