બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 14 ઑક્ટોબર 2020 (18:36 IST)

જાહેરાત પર વિવાદ - ગુજરાતમા તનિષ્કના સ્ટોર પર હુમલો એક અફવા સાબિત થઈ

જાણીતી જ્વેલરી બ્રાડ તનિષ્કે પોતાની એક જાહેરાતને લવ જેહાદને પ્રોત્સાહિત કરવાના આરોપ લાગ્યા પછી હટાવી લીધો છે. ત્યારબાદ વધેલા વિવાદને કારણે ગુજરાતમાં તનિષ્કના એક સ્ટોર પર હુમલો થયો છે. એવા  સમાચાર આવ્યા હતા પરંતુ ગાંધીધામના એસપી મયુર પાટીલના જણાવ્યા મુજબ ગાંધીધામના તનિષ્કના શો રૂમ પર કોઈ અટેક થયો નથી. આ માત્ર એક અફવા છે. ભીડે કથિત રૂપે સ્ટોર મેનેજરને માફી પત્ર લખવા માટે કહ્યુ હતુ. 
 
સ્ટોર મેનેજરના માફી પત્રમાં કથિત રૂપે ધર્મનિરપેક્ષ જાહેરાત (એસઆઈસી) પ્રસારિત કરીને હિંદુઓની ભાવનાઓને આહત કરવા માટે કચ્છ જીલ્લાના લોકો પાસે માફી માંગવામાં આવી. 
 
જાહેરાતના વિરોધ કરનારા પર ચેતન ભગતનો કટાક્ષ 
 
ઉલ્લેખનીય છે કે તનિષ્કની જાહેરાતને લઈને જાણીતા લેખક ચેતન ભગતે વિરોધ કરનારા પર કટાક્ષ કર્યો હતો કે તેમાથી મોટાભાગના લોકોમાં તનિષ્કની જ્વેલરી ખરીદવાની હેસિયત જ નથી. તેમના આ ટ્વીટ પર યુઝર્સ તેમને ટ્રોલ કરવા લાગ્યા છે. બીજી બાજુ કેટલાક યુઝર્સ તેમનુ સમર્થન પણ કરી રહ્યા છે. જોતજોતામા ચેતન ભગત ટ્વિટર પર ટ્રેંડ થવા માંડ્યા. 
 
તનિષ્કે વિરોધની પરવા ન કરવાની કરી અપીલ 
 
ચેતન ભગતે  તનિષ્કને વિરોધની ચિંતા ન કરવાની અપીલ કરી હતી અને ટ્વિટ કર્યું હતું કે 'પ્રિય તનિષ્ક, તમારા પર હુમલો કરનારા મોટાભાગના લોકો તમને કોઈ પણ રીતે એફોર્ડ કરી શકે તેમ નથી. અને તેમની વિચારસરણી અર્થશાસ્ત્રને એવી જગ્યાએ પહોચાડી દેશે કે ટૂંક સમયમાં તેમની પાસે નોકરી નહીં હોય  અને આ રીતે તેઓ ભવિષ્યમાં તનિષ્ક પાસેથી કંઈપણ ખરીદવાના કાબેલ નહી રહે,  તેમની ચિંતા કરશો નહીં. '