શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : ગુરુવાર, 9 એપ્રિલ 2020 (17:21 IST)

Web Viral- શું લૉકડાઉન 4 મે સુધી લંબાયુ છે ... જાણો સત્ય ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનનો 21 દિવસનો સમયગાળો 14 એપ્રિલ સુધીનો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ લોકડાઉનને આગળ વધારવાની જાહેરાત કરી છે. આ દાવાની સાથે યુઝર્સ ઈન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલની તસવીર પણ શેર કરી રહ્યાં છે.
 
સત્ય શું છે
તપાસમાં અમને ખબર પડી કે ઈન્ડિયા ટુડે વાયરલ દાવાને પોતે જ બનાવટી ગણાવ્યો છે.  
આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે 30 માર્ચે પીઆઈબીએ ટ્વીટ કર્યું હતું કે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન વધારવાનો કોઈ વિચાર નથી.
વેબદુનિયાની તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો વાયરલ દાવા ખોટો છે. પીએમ મોદીએ આજ સુધી લોકડાઉન વધારવાની વાત કરી નથી અને ચેનલ દ્વારા આવા કોઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી.