ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (13:53 IST)

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર રોક શા માટે જાણો 5 કારણ

ભારતના પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે વિશ્વ પ્રસિદ્ધ સબરીમાલા મંદિર. અહીં દરરોજ લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગ્યુ પ્રતિબંધ હટાવી નાખ્યું છે. આશરે 1500 વર્ષ જૂના આ મંદિરમાં આ માન્યતા પાછળા ઘણા સમયથી ચાલી રહી હતી કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ ના કરવાનો તેના પાછળ કેટલાક કારણ જણાવ્યા હતા. આવો જાણીએ આ મંદિરના ઈતિહાસ અને સ્થિતિ વિશે. 
1. સબરીમાલા અયપ્પા ભગવાનનું છે જેમના પિતા શિવ અને માતા મોહિની છે. કહે છે કે અયપ્પા સ્વામી પરમ બ્રહ્મચારી 'અવિવાહિત' હતા. તેથી તેમના મંદિરમાં જવા માટે શુદ્ધિ અને પવિત્રતાનો ખાસ ધ્યાન રાખવું હોય છે. 
 
2. 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક છે કારણકે આ આયુવર્ગની મહિલાઓને જ પિરિયડ આવે છે. તેથી મહિલાઓના પ્રવેશ પર રોક છે. 
 
3. આ માન્યતા છે કે માસિક ધર્મના કારણે મહિલાઓ સતત 41 દિવસનો વ્રત નથી રાખી શકે છે. તેથી  શારીરિક કારણોસર જે મહિલાઓને પિરિયડ્સ આવતા હોય તેઓ વ્રત કરી શકતી નથી.
 
4. જૂની કથા પ્રમાણે અયપ્પા અવિવાહિત અને તે તેમના ભક્તોની પ્રાર્થનાનો પૂરો ધ્યાન આપે છે તેથી તેને અત્યાર સુધી અવિવાહિત રહેવાનો ફેસલો કર્યુ છે જ્યારે સુધી તેમની પાસે કન્ની સ્વામી (એટલે કે જે પહેલીવાર સબરીમાલા આવે છે) આવવું બંદ નહી કરી દેતા. 
 
5. પુરાણો મુજબ અયપ્પા વિષ્ણુઅ અને શિવના પુત્ર છે. અયપ્પામાં બન્ને જ દેવતાઓના અંશ છે. જેના કારણે ભક્તોના વચ્ચે તેમનો મહત્વ વધી જાય છે. તેથી પવિત્રતાનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.