બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 2 જાન્યુઆરી 2019 (10:37 IST)

#SabarimalaTemple માં તૂટી સેંકડો વર્ષ જૂની પરંપરા, 40 વર્ષની બે મહિલાઓએ પ્રવેશ કરી ઈતિહાસ બનાવ્યો, જુઓ VIDEO

કેરલના સબરીમાલા મંદિરનો ઈતિહાસ તૂટી ગયો છે. સૂત્રોનુ માનીએ તો સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી ઓછી વયની બે મહિલાઓએની એંટ્રી થઈ છે. અને આ રીતે મંદિરના ઈતિહાસમાં એવુ પહેલીવાર થયુ છે. ઉલ્લેખનીય છેકે 10થી 50 વર્ષની મહિલાઓની એંટ્રી પર મંદિર તરફથી બૈન છે. જેને સુપ્રીમ કોર્ટે હટાવી દીધુ હતુ. પણ ત્યારબાદ પણ મંદિરે આ બૈન કાયમ રાખ્યુ. જો કે બુધવારે પોલીસ સૂત્રોએ કહ્યુ કે 50 વર્ષથી ઓછી વયની બે મહિલાઓએ મંદિરમાં એંટ્રી લીધી છે. 
 
પોલીસ સૂત્રોના જણાવ્યુઆ મુજબ 40 વર્ષની બે મહિલાઓએ આજે સવારે મંદિરમાં પ્રવેશ કર્યો. મહિલાઓએ લગભગ અડધી રાત્રે મંદિર તરફ ચઢાઈ શરૂ કરી અને લગભગ 3.45 વાગ્યે મંદિર પહોંચી ગઈ. ભગવાન અયપ્પાના દર્શન કર્યા પછી તેઓ બંને પરત ફરી. 
 
એવુ બતાવાય રહ્યુ છે કે આ મહિલાઓ પોલીસની ટુકડી સાથે હતી. પોલીસ કમર્હ્કારીઓ વર્દી અને સાદા ડ્રેસમાં હતા. સમાચાર એજંસી એએનઆઈએ વીડિયો પણ રજ કર્યો છે.  જેના મુજબ જે બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો છે તેમાથી એકનુ નામ બિંદુ અને બીજી મહિલાનુ નામ કનકદુર્ગા છે. 
 
અયપ્પા ધર્મ સેનાના નેતા અને કાર્યકર્તા રાહુલ ઈશ્વરે કહ્યુ કે મને નથી લાગતુ કે આ યોગ્ય છે. તેમણે ગુપ્ત રીતે કર્યુ હશે. જેવુ અમને જાણ થશે અમે યોગ્ય કાર્યવાહી કરીશુ. ઉલ્લેખનીય છે કે આ પહેલા 24 ડિસેમ્બરની આસપાસ પણ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શનની ઈચ્છા રાખનારી તમિલનાડુની 11 મહિલાઓના એક સમૂહને પ્રદર્શનકારીઓના હિંસક હોવા પર યાત્રા છોડવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. આ દરમિયાન પોલીસે બે ડઝન પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી હતી. મહિલાઓએ આ સમુહનુ નેતૃત્વ સાલ્વી કરી રહી હતેી જેનો સંબંધ તમિલનાડુના મનિતી મહિલા સમૂહ સાથે છે. ભક્તો દ્વારા પહાડો પર ચઢવાથી તેમને રોકવા અને ભાગવા પર આ મહિલાઓને પંબામાં મદૂરૈ માટે પરત જવા માટે મજબૂર થવુ પડ્યુ.