કોંગ્રેસ 440 બેઠકો પર લડશે

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 10 એપ્રિલ 2009 (12:05 IST)

આ વખતની લોકસભા ચૂંટણી મુશ્કેલરૂપ રહેશે એવો સ્વીકાર કરતાં કોંગ્રેસના વ્યૂહ રચનાકાર જયરામ રમેશે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં 440 બેઠકો પરથી જંગ લડશે.

ગત લોકસભા કરતાં આ વખતે વધુ આશાવાદ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ગત ચૂંટણીમાં 543 પૈકી કોંગ્રેસે 417 બેઠકો ઉપર ઉમેદવારી કરી હતી. જ્યારે આ વખતે 440 બેઠકો ઉપર ઉમેદવારી કરાશે. સાથોસાથ ગત ચૂંટણીમાં કોંગ્રેસ 145 બેઠકો ઉપર વિજયી થઇ હતી. જે આંકડો આ વખતે વધુ જશે અને કોંગ્રેસ પુનઃ સરકાર બનાવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના અગાઉના ચૂંટણી ઢંઢેરાના 85 ટકા વચનો અમલમાં મુકી દેવાયા છે પરંતુ આપણા દેશમાં ચૂંટણીઓ માત્ર સિધ્ધિઓના આધાર ઉપર લડાતી નથી. જાતિ ગણતરી પણ મહત્વનો ભાગ ભજવે છે.


આ પણ વાંચો :