અજીત જોગીના સચિવનું અપહરણ !

કોરબા| ભાષા|

છત્તીસગઢના કોરબા જિલ્લાની પોલીસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના રાજનૈતિજ્ઞ સચિવનું થયાનું તથા મારપીટ કરવાના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોરબા જિલ્લાના પોલીસ અધિક્ષક રતન લા ડોંગીએ આજે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના રાજકીય શૈલેશ નિતિન ત્રિવેદીએ પોલીસને ફરિયાદ કરી છે કે, ગત રાતે કેટલાક અજાણ્યા શખ્સો તેને અને તેમના બે સહયોગીઓ ગિરીશ વર્મા અને પ્રહલાદ પટેલનુ બિલાસપુરથી અપહરણ કરી ગયા હતા તથા મારપીટ કર્યા બાદ કોરબાના જંગલોમાં ફેંકી નાસી ગયા હતા.
ડોંગીએ જણાવ્યું કે ત્રિવંદીએ પોલીસને કહ્યું હતું કે,ગત રાતે તેઓ બિલાસપુર લોકસભા મત વિસ્તારની મુલાકાત કરી રહ્યા હતા ત્યારે એક સ્કોરપિયો ગાડીમાં આવેલા લોકો તેમનું અપહરણ કરી ગયા હતા અને રેણું જોગીનો પ્રચાર ના કરવા મારપીટ કરી હતી.


આ પણ વાંચો :